રાજય, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના

ગીર સોમનાથ,

ગીર સોમનાથ તા.૧૦, ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર દ્વારા સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટર યોજના શરુ કરવામાં આવી છે.. આ યોજના નો અંતર્ગતજે ખેલાડીઓ રાજય, રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા થયેલ હોય તેવા ખેલાડીઓની માહિતી એકત્ર કરી અને રાજય સરકાર તથા ભારત સરકારના વિવિધ વિભાગોઅને સંસ્થાઓ તથા રાષ્ટ્રીયકૃત બેંકો, અર્ધ સરકારી સંસ્થાઓ તથા પ્રાઈવેટ સંસ્થાઓ જેમાં સ્પોર્ટ્સ ક્વોટા માટે જાહેરાત આપે છે ત્યારે તે જાહેરાતોની અધ્યતન માહિતી સાથે ખેલાડીઓને આ સેન્ટર દ્વારા જાણ કરવામાં આવશે તથા અરજી કરવા માટે કોઈ પ્રશ્નો હોય તેના માટે ગાઈડલાઈન આપવામાં આવશે. આ યોજના દ્વારા રમતવીરોને રોજગારીની તકો માટે જરૂરી માહિતી મળી રહે તે હેતુથી સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઈડન્સ એન્ડ એડવાઈઝરી સેન્ટરનો સંપર્ક કરી શકે છે.

આ યોજના દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં રહેતા ખેલાડીઓ કે જેમની ઉમર ૧૮ થી ૩૦ વર્ષની હોય જેઓ નામ નોંધાવવા માટે ખેલાડીએ પોતાનું નામ, સરનામું, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, એજ્યુકેશન, ઈ-મેઈલ એડ્રેસ તેમજ જે રમતોમાં મેળવેલ વિવિધ  પદકની વિગત (કયા વર્ષમાં, કઈ સ્પર્ધામાં, કયો પદક મેળવેલ) આંતર યુનિવર્સીટી, નેશનલકક્ષાએ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અથવા એશોસિએશન દ્વારા સીનીયર નેશનલ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ હોય તેમની સંપુર્ણ વિગતો સાથે નિયત અરજી ફોર્મમાં તા.૧૪/૦૯/૨૦૨૦ સુધીમાં  અત્રેની કચેરી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, “ જિલ્લા સેવા સદન”, રૂમ નંબર-૩૧૩-૩૧૪, બીજો માળ, મુ.ઈણાજ, અથવા dsogirsomnath17@gmail.com પર ઈ-મેઈલ મોકલી આપવા જિલ્લા રમતગમત અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment