વિજયનગર માં આવેલ પોળો ફોરેસ્ટ માં કોરોના કપરો કાળ માં સોશ્યલ ડિસ્ટન્સ ના ઉડ્યા ધજાગરા

હિન્દ ન્યૂઝ, વિજયનગર,

સાબરકાંઠા જિલ્લાના વિજનગર તાલુકા માં આવેલ પોળો ફોરેસ્ટ ની મુલાકાત લીધી. ત્યારે જેને ૧૦માં મહિના સુધી બંધ રાખવાં નો નિર્ણય લેવામાં આવ્યો હતો . તો પણ અત્યારે હાલ બહાર થી ખુબજ સંખ્યામાં પર્યટકો આવે છે, જ્યારે અહીં કોઈ પણ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી નથી. પર્યટકો એ કોઈ સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવામાં આવતું નથી અને ત્યાં આવેલ ડુંગરા ની વચ્ચે જૈન મંદિર છે . તેનું વર્ષો બાદ સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે શનિવાર અને રવિવાર ની રજા હોવાથી અહી ખુબજ સંખ્યા માં પર્યટકો આનંદ માણવા આવે છે અને નદી માં નાહવા ઉમટી પડે છે.

તેમ ત્યાંના રહેવાસી સાથે વાત કરતા જાણવા મળ્યું છે. જ્યાં ત્યાં રસ્તા પર આવતો ધોધ સહેલાણી માટે સેલ્ફી, ફોટોગ્રાફી માટે આકર્ષણ નું કેન્દ્ર છે. ફોરેસ્ટ સ્ટાફ પર અનેક સવાલો ઉભા થાય છે.

રિપોર્ટર : ઋત્વિક પટેલ, સાબરકાંઠા

Related posts

Leave a Comment