ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ : SIR આખરી મતદારયાદી-૨૦૨૬

હિન્દ ન્યુઝ, સુરત 

     ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષની જેમ તા.૧લી જાન્યુઆરીની લાયકાતની તારીખે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીએ પત્રકાર પરિષદ દ્વારા આખરી મતદારયાદી (ફાઈનલ રોલ) પ્રસિદ્ધ કરી હતી. આ તકે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અમિત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.

           જિલ્લા સેવા સદનના સભાખંડમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટરે કહ્યું કે, મતદારયાદીના મુસુદ્દાની યાદી તા.૧૯/૧૨/૨૦૨૫ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. હક્ક-દાવા રજુ કરવાનો સમયગાળો તા.૧૯/૧૨/૨૦૨૫ થી તા.૩૦/૧/૨૦૨૬ નક્કી કરવામાં આવ્યો હતો. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે નાગરિકો/મતદારો તરફથી રજૂ થયેલાં હક્ક-દાવા અને વાંધા અરજીઓનો સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નિયમાનુસાર આખરી નિર્ણય કરીને આજે સુરત જિલ્લામાં સમાવિષ્ટ તમામ ૧૬ વિધાનસભા મતવિભાગોની મતદારયાદીઓની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે.  

  

Related posts

Leave a Comment