દિયોદર તાલુકા પંચાયત કચેરી માં પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળ્યો કાર્યકરો માં ઉત્સાહ

દિયોદર, 

          દિયોદર તાલુકા પંચાયત માં ૯ સપ્ટેમ્બર ના રોજ સાધારણ સભા મળી હતી જેમાં ચિઠ્ઠી ઉસાળતા પ્રમુખ તરીકે ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે અમરબેન ચૌહાણ ભાજપ ના બંને ઉમેદવાર વિજેતા થયા હતા અને તાલુકા પંચાયત ભાજપ પક્ષે કબ્જે કરી હતી. ત્યારે આજરોજ ૧૨:39 મિનિટે વિજેતા થયેલ તાલુકા પંચાયત ના પ્રમુખ ઉતમસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ અમરબેન ચૌહાણે વિજય મુહૂર્ત માં તમામ સભ્યો ની હાજરી માં પ્રમુખ અને ઉપ પ્રમુખ તરીકે ચાર્જ સભાળ્યો હતો. જેમાં કાર્યકરો એ શુભેચ્છાઓ પાઠવી હતી. આ બાબતે પ્રમુખ નો ચાર્જ સભાળેલ ઉતમસિંહ વાઘેલા એ આગામી સમય તાલુકા ના વિકાસ ના કામો માં અને તાલુકા ને વિકાસ તરફ આગળ લઈ જવા હાકલ કરી હતી અને તમામ સદસ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો. ઉતમસિંહ વાઘેલા મૂળ દિયોદર તાલુકા ના પાલડી ગામ ના વતની છે અને યુવા આગેવાન તરીકે સમગ્ર તાલુકા માં તેમને સારી નામ ના મેળવેલ છે. દરેક કાર્યકરો ને સાથે રાખી ચાલતા ઉતમસિંહ વાઘેલા પહેલા પણ તાલુકા પંચાયત માં પ્રમુખ તરીકે સેવા આપી હતી, ત્યારે તેમની કામગીરી અને તેમના તરફ થી મળતી લોક ચાહના એ ફરી વખત ભાજપ પક્ષ દ્વારા મેઇન્ટન આપવામાં આવતા ફરી એક વખત કોંગ્રેસ ના કબ્જા માં રહેલ તાલુકા પંચાયત ને ભાજપ એ કબ્જે કરી હતી અને ફરી વખત એટલે બીજી વખત ઉતમસિંહ વાઘેલા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે જીત હાંસલ કરી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા,દિયોદર

Related posts

Leave a Comment