પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે રાજપીપલા ખાતે જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે

  હિન્દ ન્યુઝ, રાજપીપલા

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આજે રાજપીપલા ખાતે જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ પર્ફોમન્સ કરનાર રાજપીપલા જનરલ હોસ્પિટલ વતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તા ઉપરાંત કોરોના વોરિયર્સને સન્માનિત કરાશે : પાંચ કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાશે નર્મદા જિલ્લામાં ભારતના ૭૩ માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે તા.૨૬ મી જાન્યુઆરી,૨૦૨૨ ને બુધવારના રોજ સવારે ૯-૦૦ કલાકે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના હસ્તે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત શ્રેષ્ઠ પર્ફોમન્સ કરનાર રાજપીપલા જનરલ હોસ્પિટલ વતી મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન ડૉ.જ્યોતિબેન ગુપ્તાને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાશે. તેવી જ રીતે, નાંદોદના RBSK મેડીકલ ઓફિસર ડૉ.ધવલ પટેલ, રાજપીપલા સિવિલ હોસ્પિટલના RKS A/C  અમિત ચૌહાણ અને નાંદોદના ઇન્ચાર્જ બ્લોક સુપરવાઇઝર પારસભાઇ જૈનનું કોરોના વોરિયર્સ તરીકે પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરાશે. તદ્ઉપરાંત પાંચ કોરોના વોરીયર્સને કોરોના પ્રતિરોધક વેક્સીનના પ્રિકોશન ડોઝ અપાશે. ત્યારબાદ અંતમાં જિલ્લા કલેક્ટર ધ્વારા કાર્યક્રમના સ્થળની બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

Related posts

Leave a Comment