નર્મદા જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૮ મિ.મિ વરસાદ નોંધાય

હિન્દ ન્યુઝ, રાજપીપલા

નર્મદા જિલ્લાતમાં તા.૧૪ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને સોમવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઇપણ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોઇ, નર્મદા જિલ્લામાં આજે મેઘરાજાએ વિરામ પાળ્યો હોવાના અહેવાલ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૧૦૮ મિ.મિ વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૭૫૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૩૧૫ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૮૫૬ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૮૫૨ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૭૬૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૭.૭૬ મીટર, કરજણ ડેમ-૧૧૩.૦૦ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૭.૭૨ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૭.૪૧ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૫.૯૫ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

રિપોર્ટર : હિતેન્દ્ર વાંસદિયા, નર્મદા

Related posts

Leave a Comment