અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામ ના એક ખેડૂત સાથે રૂપિયા ૨૪.૮૦.૦૦૦/- લાખ ની છેતરપીંડી થયાની બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે

હિન્દ ન્યૂઝ, અમરેલી,

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના એક ખેડૂત ના ઘરે 10 માસ પહેલા ત્રણ અજાણી વ્યક્તિ આવ્યા હતા. જેને ભગવા કલરના કપડાં પહેર્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ પોતાનું નામ વઘાસીયા બાપુ ધારણ કર્યું હતું. તે લોકો કચ્છ થી ચાલીને જુનાગઢ જતા હોય તેવું જણાવેલ ખેડૂતના પત્નીના માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપી ખેડૂતને કહેલ કે તારા ઘરમાં ખૂબ જ સંકટ છે, તારા પત્ની બીમાર રહે છે અને તારા માથે ખૂબ જ દેણું વધી ગયેલ છે, તારી જમીન માં કંઈક મેલું છે, તેવું કહી ઘરમાં સુખ-શાંતિ લાવવા માતાજી ની વિધિ કરવાનું જણાવી ખેડૂત ને વિશ્વાસમાં લઇ વઘાસીયા બાપુએ તેમના જૂનાગઢના ગુરુદેવ ના મોબાઈલ નંબર ૮૧૨૮૮૬૩૩૮૧ ઉપર વાત કરવાનું કહે, આ ગુરુદેવ અને વઘાસીયા બાપુ દ્વારા ખેડૂતને અલગ-અલગ જગ્યાએ બોલાવી વિધિના બહાને કટકે કટકે રૂપિયા નવ લાખ રોકડ તથા જુના સોનાના દાગીના, રૂપિયા ૮૦ હજારની કિંમતના મળી કુલ રૂપિયા 9 લાખ 80 હજાર લઈ લીધા હતા. જમીનમાં મેલુ છે તેવું કહી જમીન વેચાવી રૂપિયા ૧૫ લાખ સિદ્ધ કરવાના બહાને લઈ લીધા હતા. આ છેતરપિંડી થયાની ફરિયાદ જેન્તીભાઈ વશરામભાઈ પીપળીયા રહેવાસી પીઠડીયા તાલુકો બગસરા વઘાસીયા બાપુ વઘાસીયા બાપુના ગુરુદેવ અને અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ બગસરા પોલીસ સ્ટેશન માં ipc કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ બે મુજબ ફરિયાદ દાખલ કરેલ જેની તપાસ બગસરાના પી.આઈ મકવાણા કરી રહ્યા છે.

રિપોર્ટર : મનજી પરમાર, બગસરા

Related posts

Leave a Comment