રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ-મુંબઇ અને ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટનુ વોટર કેનન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પાઇસ જેટની નવી ફલાઇટ આજથી શરૂ થઇ છે. જે ફલાઇટ આજરોજ સવારે મુંબઇ-રાજકોટ આવી પહોંચતા પ્રથમ ફલાઇટનું સ્વાગત કરાયુ હતુ. રાજકોટ-મુંબઇ વચ્ચે નવી ફલાઇટ શરૂ થતા સૌરાષ્ટ્રના વેપારીઓને રાજકોટ-મુંબઇ આવક જાવકમાં સરળતા રહેશે. એર ઇન્ડિયા દ્વારા ભાવનગર-મુંબઇ વચ્ચે ફલાઇટ ફરી થઇ છે. આ ફલાઇટ આજથી સોમવાર-ગુરુવાર-શનિવારે ભાવનગર-મુંબઇ વચ્ચે શરૂ કરવામાં આવી છે. તે મુજબ આ ફલાઇટ મુંબઇ થી સવારે ૮:૪૫ વાગ્યે ઉપડી ભાવનગર ૧૦ વાગ્યે પહોંચશે. તેમજ ભાવનગર થી ૧૦:૩૫ કલાકે ઉપડી મુંબઇ ૧૧:૫૦ કલાકે પહોંચશે. રાજકોટ-મુંબઇની ફલાઇટ શરૂ થયા બાદ આગામી રાજકોટ-દિલ્હીની ફલાઇટ પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment