રાજકોટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ૨ દુકાનો સીલ કરવામાં આવી છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૪/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવે છે. રસિકભાઈ ચેવડાવાળા, (પંચનાથ) અને ગોપાલ બ્રધર્સ, (જયુબેલી ચોક) દુકાનોનો સમાવેશ થાય છે. ઉપરાંત શહેરમાં જાહેર માર્ગો પણ માસ્ક પહેર્યા વિના અવર-જવર કરતા ૧૩ વ્યક્તિઓ પાસેથી દંડ વસુલ કરવામાં આવેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment