વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય કચેરી તરફ જતો તાલાલા રોડ મોટી હવેલી ના ગેઇટ પાસે રોડ રસ્તા બેહાલ 

વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય કચેરી તરફ જતો તાલાલા રોડ મોટી હવેલી ના ગેઇટ પાસે રોડ રસ્તા બેહાલ 

વેરાવળ, વેરાવળ ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય કચેરી તરફ જતો તાલાલા રોડ મોટી હવેલી ના ગેઇટ પાસે આજે દસ દિવસ થી પાણી વહી રહ્યું છે અને રોડ ઉપર જાન લેવા ખતરનાક ખાડા પડી ગયા છે અને વહીવટી તંત્ર ઘોર નિદ્રામાં પોઢી પ્રજા ના જીવન સાથે શું કરવા માગે છે? તે પ્રજાને સમજાતું નથી. પ્રજા ના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, નેતાઓ પ્રજા ની મુલાકાત લઈ ને આવી ગંભીર બેદરકારી અને તકલીફ દુર કરવા માટે આગળ આવે તેવી પ્રજાની માંગણી છે. રિપોર્ટર : સઈદ મહિડા ,ગીર સોમનાથ

Read More

માઉન્ટઆબુના પર્વત વાદળોથી ઢંકાયા,મૌસમ ખુશનુમા બનતા પર્યટકોની ભીડ જામી,નકીલેખની આજુબાજુ ધુમ્મસભર્યુ વાતાવરણ

માઉન્ટઆબુના પર્વત વાદળોથી ઢંકાયા,મૌસમ ખુશનુમા બનતા પર્યટકોની ભીડ જામી,નકીલેખની આજુબાજુ ધુમ્મસભર્યુ વાતાવરણ

માઉન્ટઆબુ, રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં વરસાદને લઈને મૌસમમાં બદલાવ આવ્યો છે. વાતાવરણ ખુશનુમાં બનતા પ્રવાસીઓ તેનો આનંદ ઉઠાવી રહ્યા છે. માઉન્ટઆબુ અત્યારે પ્રાકૃતિક વાતાવરણ ખુશનુમાં બની ગયું છે. ધુમ્મસ અને વાદળમાં લપેટાયેલા માઉન્ટઆબુનો પર્વતીય વિસ્તાર પણ કંઈ સ્વર્ગથી ઓછું નથી લાગતો જેનો આનંદ માણવા પ્રવાસીઓ હિલ સ્ટેશન માઉન્ટઆબુ ખાતે ઉમટી રહ્યા છે. હિલ સ્ટેશન માઉન્ટઆબુ આકર્ષણનું કેન્દ્ર ગણાતા નક્કી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું છે. જેને લઈને વાતાવરણના તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે ધુમ્મસને લઈને વાહનચાલકોને પરેશાની વેઠવી પડી રહી છે.અને તેમને દિવસે વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની…

Read More

માલપુર ના હેલોદર પાસે બે યુવકો ના મૃતદેહ મળ્યા

માલપુર ના હેલોદર પાસે બે યુવકો ના મૃતદેહ મળ્યા

અરવલ્લી,   બંને યુવકો હેલોદર ના ભોલા ભાઠોડા ના વતની હોવાનું જાણવા મળ્યું બંને મૃતદેહો ના શરીર પર પર તીક્ષ્ણ હથિયાર ના ઘા ના નિશાન બંને ની તીક્ષ્ણ હથિયાર થી હત્યા કરાઈ હોવાની આશંકા અરવલ્લી જિલ્લા ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા ગઈકાલે સાંજે ડેરી માં દૂધ ભરવા નીકળ્યા બાદ આજે સવારે બન્ને મૃતદેહ મળ્યા માલપુર ના હેલોદર પાસે બે યુવકો ના મૃતદેહ મળતા તંત્ર ચકચાર

Read More

દુધેરી પ્રાથમિક શાળામાં 74 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

દુધેરી પ્રાથમિક શાળામાં 74 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

મહુવા , આજે તા/15/8/2020 ના રોજ મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં 74મા સ્વાતંત્ર્ય પર્વની નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં બાહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા, ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો, યુવાનો, ભાઈઓ અને બેહનો, ગ્રામજનો, સરપંચ  મોહનભાઈ ભાલિયા, પંચાયત સભ્ય, શિક્ષકો ભાઈ અને બહેન તેમજ એસએમએસ સમિતિના સભ્યો, કિસાન એકતા સમિતિ મહુવા પ્રમુખ વિઠ્ઠલભાઈ સોલંકી સહિત તમામ હાજર રહ્યા હતા.   રિપોર્ટર  : વિઠ્ઠલભાઇ સોલંકી, મહુવા

Read More

ઉના માં બે દિવસ થી પડી રહેલ વરસાદ ના પગલે ઊમેજ ગામે ચાર મકાન ધરાશાય

ઉના માં બે દિવસ થી પડી રહેલ વરસાદ ના પગલે ઊમેજ ગામે ચાર મકાન ધરાશાય

ગીર સોમનાથ, ઉના બે દીવસ થી પડી રહેલ વરસાદ ના પગલે ઊમેજ ગામે ચાર મકાન ધરાશાય. ઊમેજ ગામે ચાર કાચા મકાન ધરાશાય થતા મકાન મા ટ્રેક્ટર ફસાયુ . એક સાથે ચાર મકાન ધરાશાય થતા ગીર પરીવાર ના લોકો થયા બે ધર સદ નશીબે કોઈ જાન હાનિ નહિ રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

ગીર સોમનાથ જીલ્લા મા સૌ પ્રથમ વખત જ વેરાવળ મા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમાનુ અનાવરણ કરાયુ….

ગીર સોમનાથ જીલ્લા મા સૌ પ્રથમ વખત જ વેરાવળ મા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમાનુ અનાવરણ કરાયુ….

ગીર સોમનાથ, ગીર સોમનાથ જીલ્લા ના વડા મથક વેરાવળ ખાતે તા.૧૫ ઓગષ્ટ ના રોજ રીંગરોડ સ્થિત સર્કલ પર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી ના વરદહસ્તે સ્વામી વિવેકાનંદ જી ની પ્રતિમાનું લોકાર્પણ અને આ સર્કલ ને સ્વામી વિવેકાનંદ સર્કલ નામકરણ કાયઁક્રમ યોજવામાં આવેલ જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જીલ્લા ભાજપ ના પ્રમુખ ઝવેરીભાઈ ઠકરાર, સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન ના પટેલ લખમભાઇ ભેસલા, જીલ્લા ભાજપ ના મહામંત્રી મહેન્દ્રભાઈ પીઠીયા, પુવૅ જીલ્લા ભાજય મહામંત્રી અને પ્રદેશ કારોબારી સદસ્ય શૈલેન્દ્ર સિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઇ ધારેચા, નગરપાલિકા પુર્વ પ્રમુખ જગદીશભાઈ ફોફંડી…

Read More

સ્વાતંત્રતા પર્વની ઉજવણી આજે શ્રી સોમનાથ મંદિર પરિસર માં આવેલ સરદાર ચોક ખાતે કરવામાં આવી હતી

સ્વાતંત્રતા પર્વની ઉજવણી આજે શ્રી સોમનાથ મંદિર પરિસર માં આવેલ સરદાર ચોક ખાતે કરવામાં આવી હતી

ગીર સોમનાથ, ધ્વજવંદન સોમનાથ ટ્રસ્ટના માનદ ટેમ્પલ મેનેજર ધનંજયભાઇ દવે દ્વારા કરવામાં આવેલ, આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા મંદિર ડીવાયએસપી એમ ડી ઉપાધ્યાય, તેમજ પોલીસ, ટ્રસ્ટ, એસઆરપી, જીઆરડી ના સુરક્ષા જવાનો અધિકારીઓ સૌ ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગોચીત સંદેશ માં ધનંજયભાઇ દવે એ જણાવેલ કે જેમ ભગવાન શ્રી રામ ને જન્મભૂમી એટલી પ્રિય હતી કે તેઓએ લંકા ખાતે લક્ષ્મણ ને કહેલ કે ” जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ” એટલે કે જનની એટલે માં અને માત્રુભૂમિ સ્વર્ગ થી પણ વધુ પ્રિય હોય છે. સોમનાથ મહાદેવને સવારે કેસરી…

Read More

ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની સુત્રાપાડા ખાતે ઉજવણી કરાઇ

ગીર-સોમનાથ જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની સુત્રાપાડા ખાતે ઉજવણી કરાઇ

ગીર-સોમનાથ,   દેશનાં ૭૪માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી સુત્રાપાડા ખાતે અનુરાગ નગરના ગ્રાઉન્ડમાં થઇ હતી. જિલ્લા કલેકટર અજય પ્રકાશે તિરંગાને સલામી આપી હતી. કલેકટરએ ધ્વજવંદન બાદ પરેડનું નિરિક્ષણ કર્યું હતું. તે વેળાએ તેમની સાથે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી અને પ્લાટુન કમાન્ડર જોડાયા હતા. આ પ્રસંગે કલેકટરએ આજના રાષ્ટ્રીય પર્વ નિમિતે ગીર સોમનાથ જિલ્લા રહેવાસીઓને શુભકામના પાઠવી હતી. આજનો દિવસ દેશ પ્રેમનો દિવસ છે. ભારત માતાને કોટી કોટી વંદન કરીને કલેકટરએ દેશની આઝાદી માટે યોગદાન અને બલિદાન આપનાર સૈાને વંદન કરી ગુજરાતનાં સપુત વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધી અને અખંડ ભારતનાં…

Read More

રેલ નદીમાં નવા નીર આવ્યા નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયું

રેલ નદીમાં નવા નીર આવ્યા નદી કાંઠાના ગામોમાં એલર્ટ જાહેર કરાયું

બનાસકાંઠા, કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગે ૧૬ ઓગસ્ટ સુધી બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ તરફ ધાનેરા પંથકની રેલ નદીમાં નવા નીર નું આગમન થયું છે. જેને લઇ લાખણી ના ચાર જેટલા ગામોમાં રેલ નદી પાસેના રહીશોને સુરક્ષિત જગ્યાએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. આ સાથે તમામ તલાટી કમ મંત્રીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવા સૂચના આપી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પંથકની રેલ નદી માં નવા વરસાદી નીર આવતા કિનારાના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે. ગત રોજ લાખણી મામલતદારે રેલ નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી કુડા, મટુ…

Read More

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ધારક પંડ્યાને મુખ્યુમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સન્માનિત કરાયા

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર ધારક પંડ્યાને મુખ્યુમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સન્માનિત કરાયા

છોટાઉદેપુર, પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દી માટે ફિજીશિયન ડોકટર ધારક પંડ્યા ફરજ બજાવી રહ્યા છે. આજરોજ ગાંધીનગર ખાતે “૭૪ મા સ્વતંત્રતા દિવસ” નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા પ્રસસ્થીપત્ર આપીને ડો.ધારક પંડ્યાને સન્માનીત કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવવાનું કે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી જે ખુબ જ મહત્વની વાત હોય નિષ્ઠા અને ઉમદા કામગીરી કરવા બદલ ડોકટર ધારક પંડ્યાને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. રિપોર્ટર : નઈમ હુઈ , છોટાઉદેપુર

Read More