માઉન્ટઆબુના પર્વત વાદળોથી ઢંકાયા,મૌસમ ખુશનુમા બનતા પર્યટકોની ભીડ જામી,નકીલેખની આજુબાજુ ધુમ્મસભર્યુ વાતાવરણ

માઉન્ટઆબુ,

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં વરસાદને લઈને મૌસમમાં બદલાવ આવ્યો છે. વાતાવરણ ખુશનુમાં બનતા પ્રવાસીઓ તેનો આનંદ ઉઠાવી રહ્યા છે.

માઉન્ટઆબુ અત્યારે પ્રાકૃતિક વાતાવરણ ખુશનુમાં બની ગયું છે. ધુમ્મસ અને વાદળમાં લપેટાયેલા માઉન્ટઆબુનો પર્વતીય વિસ્તાર પણ કંઈ સ્વર્ગથી ઓછું નથી લાગતો જેનો આનંદ માણવા પ્રવાસીઓ હિલ સ્ટેશન માઉન્ટઆબુ ખાતે ઉમટી રહ્યા છે. હિલ સ્ટેશન માઉન્ટઆબુ આકર્ષણનું કેન્દ્ર ગણાતા નક્કી તળાવ અને તેની આસપાસના વિસ્તારમાં ધુમ્મસ છવાયેલું છે. જેને લઈને વાતાવરણના તાપમાનમાં ઘટાડો થયો છે.

જ્યારે ધુમ્મસને લઈને વાહનચાલકોને પરેશાની વેઠવી પડી રહી છે.અને તેમને દિવસે વાહનોની હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી છે. બદલાયેલા વાતાવરણને લઈને પર્યટનના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને પણ હવે લોકડાઉન બાદ ધંધા રોજગારની ગાડી પાટા ઉપર આવશે તેવી આશા બંધાઈ છે. હાલમાં પ્રવાસીઓની ચહલ-પહલ વધતાં તેઓ વરસાદી મૌસમનો દિલથી આનંદ ઉઠાવી રહેલા જોવા મળી રહ્યા છે.

Related posts

Leave a Comment