વડોદરાના સયાજીપુરા એ.પી.એમ.સી ખાતે ‘ખાદ્ય સુરક્ષા, જંતુનાશકો સમજણ અને સંચાલન’ વિશે એક દિવસીય તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, વડોદરા

ભારત સરકાર ના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ખેતી નિયામકની કચેરી અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટીનાં સંયુક્ત ઉપક્રમે વડોદરાના સયાજીપુરા એ.પી.એમ.સી. ખાતે ખેડૂતો માટે ‘ખાદ્ય સુરક્ષાની ખાતરી: જંતુનાશક સમજણ અને સંચાલન તથા શહેરી કૃષિમાં જંતુનાશકો અને માર્કેટિંગ’ વિષય પર એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી. 

તાલીમમાં RCIPMC, નાગપુરના સંયુક્ત નિયામક ડૉ. બોહરિયાએ જણાવ્યું કે દરેક ખેડૂત એકબીજ રોપીને સો-ઘણો પાક મેળવવાની પ્રક્રિયામાં અયોગ્ય અને વધારે પડતાં જંતુનાશકોના ઉપયોગના કારણે પાકમાં પેસ્ટીસાઈડ રેસીડ્યુનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે.

વિસ્તરણ અધિકારી એમ.એમ. પટેલે જણાવ્યું કે ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત દેશભરમાં આ બીજો કાર્યક્રમ વડોદરા ખાતે યોજવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા તથા મધ્ય ગુજરાતના ખેડૂતો જંતુનાશકોના વધુ પડતાં કારણે પાક, જમીન, દેશના અર્થતંત્ર તથા માનવ શરીર થતાં નુકશાન વિશે જાગૃત થાય તે માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા કરેલ સંશોધનના આધારે દરેક શાકભાજી, ફળો અને ધાન્યો દીઠ જોવા મળી રહેલ પેસ્ટીસાઈડ રેસીડ્યુની માત્રા અને તેનાથી થતા શારીરિક નુકસાન અંગે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા. આ સાથે તથ્ય અને તર્ક સાથે દેશભરમાં અનેક લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ કેમ વળવું કેમ જરૂરી જણાયું તે અંગે વિશે સમજ આપવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં પ્લાન્ટ પ્રોટેક્શન ઓફિસર મિલિન્દ ભીડે , આણંદ કૃષિ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ હેડ ડૉ. દિલીપ સિસોદિયા, જિલ્લા ખેતીવાડી અધિકારી ચિરાગ પટેલ,એ.પી.એમ.સી. વડોદરાના સેક્રેટરી, જંતુનાશક દવાઓના ડીલર, વિક્રેતા અને ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

Related posts

Leave a Comment