લખપત ખાતે આયોજન વગર નું બનાવેલ ડેમ ઓવરફ્લો થતા પોલીસ જવાનો આંખો દિવસ ચાલુ વરસાદ માં ભીંજાઈ ને ખડે પગે ફરજ બજાવી

લખપત, લખપત તાલુકાના નરા થી દયાપર તરફ જતા રસ્તા માં માણકલવાંઢ પાસે રસ્તા ની બાજુમાં આયોજન વગર નું બનાવેલ ડેમ ઓવરફ્લો થતા નરા થી દયાપર રસ્તો થયો બંધ આજે વહેલી સવારથી સાંજ સુધી વાહનોની અવરજવર બંધ થતાં ખાસ કરીને ઈમરજન્સી સેવા જેમ કે દવા લેવા જવું પડે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નરા ના માજી સરપંચ જુગરાજશીગ સરદારે જેસીબી મશીન લગાવી ને તાબડતોબ ઓગન ને નીચે ઉતારતા મોડી સાંજે માંડ પાણી ઓસર્યા ત્યારબાદ વાહનોની અવરજવર ચાલુ થઈ આ ડે‌મ બન્યો છે ત્યાર‌થી દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતાં જ…

Read More

દ્વારકા નગરપાલિકા ના નવનિયુક્ત પદાધિકારીઓ ને દ્વારકાધીશની છબી આપી શુભકામના પાઠવવામા આવી

દેવભૂમિ દ્વારકા, દ્વારકા નગરપાલિકા ના નવનિયુક્ત પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ વાઘેલા તથા સાસક પક્ષ ના નેતા પ્રદ્યુમનસિંહ જાડેજા નું દેવભૂમિ દ્વારકા, જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, ઓખા શહેર ભાજપ મહામંત્રી આનંદભાઈ હરખાણી, ઓખા શહેર ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ પરમાર તથા ઓખા શહેર ભાજપ પૂર્વ ઉપપ્રમુખ હેતાભાઈ વિઠલાણી દ્વારા દ્વારકાધીશ ની છબી આપી શુભકામનાઓ પાઠવી. રિપોર્ટર : નરેંદ્રસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકા

Read More

અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકાના મુંજિયાસર ડેમ માં આવેલા નવા નીરના વધામણા

અમરેલી, અમરેલી જિલ્લાના બગસરા શહેર અને તાલુકાના મુંજિયાસર ડેમ માં આવેલા નવા નીરના વધામણા કરતા અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરાએ મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના બગસરા તાલુકા અને શહેર ના મુંજિયાસર ડેમ ઓવરફ્લો થતાં ભાજપના કાર્યકરો દ્વારા નવા નીરના વધામણા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ડેમ બગસરા શહેર ને પીવાનું પાણી પૂરું પાડે છે તેમજ આજુબાજુના ગામોમાં સિંચાઈ દ્વારા ખેડૂતોને પણ પાણી પૂરું પાડે છે. આ ડેમ છેલ્લા નવ વર્ષ પછી પહેલીવાર ઓવરફ્લો થયો હોવાની ચર્ચા થઈ રહી છે. આ મેઘ મહેરને અમરેલી જિલ્લાના ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા…

Read More

રાજકોટ શહેરમાં પડી રહેલા વરસાદના પગલે આજીનદી કાંઠાના વિસ્તારોમાં પુરના પાણી ઘુસ્યા હતા, ૧૭૭૦નું સ્થળાંતર

રાજકોટ, તા.૨૫.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગત સવારથી મેઘરાજા બેફામ વરસી રહ્યા છે. ગત આખી રાત પણ ધમધોકાર વરસાદને લીધે શહેર આખું પાણી પાણી થઇ ગયુ છે. ઉપરવાસમાં ખુબ સારો વરસાદ પડ્યો હોવાને લીધે રાજકોટની માધ્યમથી પસાર થતી આજીનદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીકાંઠાના વિસ્તારોમાં ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા ૨ દિવસથી સતત સલામત સ્થળે ખસી જવા એલાઉન્સ કરવામાં આવ્યું હોવા છતાં જંગલેશ્વર, ભવાનીનગર, રામનાથપરા, ભગવતીપરા, રૂખડિયાપરા સહિતના નદીકાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે ગત મોડી રાતથી ફાયરબ્રિગેડની ટિમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં…

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મહેતાની રૂબરૂ મુલાકાત કરી

વેરાવળ, તા.૨૪/૮/૨૦૨૦ , ના રોજ વેરાવળ વોર્ડ ન.૫ અને ૬ માં જે કમર સુધી પાણી ભરાયેલ છે. તેના વિડિયો ફોટો સહિત લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કે છેલ્લા ૫ વર્ષોથી પાણી ખૂબ ભરાય રહ્યું છે અને નગરપાલિકા દ્વારા જો યોગ્ય પગલાં લેવામાં આવે તો આનુ નિરાકરણ પણ શકય છે અને જો આ પાણી નુ વહેલી તકે નિકાલ નહીં કરવામાં આવે તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાશે જેની તકેદારી લેવાની ખાસ જરૂર છે. આ તકે સામાજિક કાર્યકર અફઝલ સર જીવન જ્યોત સેવા ટ્રસ્ટ ના પ્રમુખ બકુલભાઈ પટેલ કોંગ્રેસ શહેર પ્રમુખ…

Read More

વિરમગામ, વિરમગામ શહેર તથા તાલુકામાં વરસાદના કારણે વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તેમજ વિરમગામ સોકલી રોડ. વિરમગામ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો અને વરસાદના કારણે બાલાપીર દરગાહ ની દીવાલમાં મોટી તિરાડ પડતાં દરગાહની દીવાલ નમી ગઈ તેમજ વરસાદી પાણીની આડમાં તે રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીદ્વારા રોડ ઉપર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે.  જેના કારણે આજુબાજુના ગામોના ખેડૂતોના ખેતરમાંથી પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે તેમજ નગરપાલિકાની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે…

Read More

છોટાઉદેપુરના ફતેપુરા ખાતે શોર્ટસર્કીટ થવાથી ડીપી પાસે આવેલ વૃક્ષ સળગી ઉઠ્યું

છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં આવેલ ફતેપુરા વિસ્તારમાં આવેલી સનરાઇઝ શાળાની બિલ્ડીંગના પાછળના ભાગમાં ડીપી આવેલ છે. જે ડિપી માં મોડી રાત્રે અચાનક શોર્ટશર્કીટ થતા ભડકા થયા હતા. જેથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ડીપી માં થયેલા અચાનક ભડકાઓને કારણે નજીકમાં જ આવેલું લીલું વૃક્ષ સળગી ઉઠ્યું હતું. જેથી સ્થાનિક રહીશોમાં ભયની લાગણી ફેલાઈ હતી જો કે સ્થાનિક રહીશોએ ફાયર ફાઈટર ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. શાળાના સંચાલકો દ્વારા એમજીવીસીએલ ને જાણ કરાતા તેઓ દ્વારા તાત્કાલિક લાઈન બંધ કરી હતી અને નજીકમાં આવેલી સનરાઈઝ શાળા હોવાથી સળગતા…

Read More

અરવલ્લીના ૭૦,૦૦૦થી વધુ વૃધ્ધોની સંભાળ લઇ ઘરે બેઠા સેવાઓ પુરૂ પાડતું આરોગ્ય તંત્ર

અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસને લઇ ૩૫૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. ત્યારે આવા સમયે કોરોનાનું સંક્રમણનું સૌથી વધુ જોખમ વૃધ્ધો,સર્ગભાઓ અને નાના બાળકો પર હોય છે, ત્યારે આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા સિનિયર સિટીઝનના આરોગ્યની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં જયારથી કોરોનાના સંક્રમણની અસર શરૂ થઇ ત્યારથી જિલ્લામાં વૃધ્ધોના આરોગ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. કોરોના રોગની જાણકારી આપવાની સાથે કોરોનો વ્યાપ વધુ હોય તેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા સરવે હાથ ધરાયો છે. જિલ્લાના કન્ટેન્ટમેન્ટ અને…

Read More

સુરત જીલ્લા ના અબ્રામા-વાલક ઞામ ને જોડતો ફલાય ઓવર મંજુર

સુરત, સુરત મહાપાલિકા વિસ્તારમાં આઉટર રીંગ રોડ અંતર્ગત તાપી નદી પર અબ્રામા-વાલકને જોડતા ફલાય ઓવર માટે રૂ. ૧૦૦ કરોડ મંજૂર કરતા ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જાહેરાત કરી છે. મુંબઇ તરફથી નેશનલ હાઇવે-પલસાણા બાજુથી આવતા વાહનો સુરત શહેરમાં પ્રવેશ્યા સિવાય વરિયાવ-ગોથાણ-સાયણ તરફ જઇ શકશે. સુરત મહાનગરના પૂર્વ અને ઉત્તર તરફના વિસ્તારોને મહત્વની કનેકટીવીટી મળતાં શહેરી વિસ્તારમાં ટ્રાફિક ભારણ હળવું થશે. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગરના ચોતરફા વિકાસના થઈ રહેલા કામોની માહિતી અને પ્રગતિની વિગતો આપતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી – સૌની યોજના અંતર્ગત ગૌરીશંકર સરોવર ટૂંક સમયમાં ભરાશે

ભાવનગર, તા.24/8/20, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘણીએ આજે સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ભાવેણાના ચોતરફ થઈ રહેલા વિકાસના કામો તેમની હાલની સ્થિતિ, પ્રગતી અને વિવિધ બાબતોએ વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની ભાવેણાને મળેલ અદભુત ભેટ સમાન ગૌરીશંકર સરોવર ( બોરતળાવ)ને સૌની યોજના નીચે નર્મદાના પાણીથી ભરવાના કાર્યની માહિતી આપી હતી અને ટુક સમયમાં મહારાજાએ આપેલ તળાવને નર્મદાના પાણીથી મહી પરીએજના પાણીથી ભરી ભાવનગરનો કાયમ માટે પાણીનો પ્રશ્ન હલ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ…

Read More