ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મહેતાની રૂબરૂ મુલાકાત કરી

વેરાવળ,

તા.૨૪/૮/૨૦૨૦ , ના રોજ વેરાવળ વોર્ડ ન.૫ અને ૬ માં જે કમર સુધી પાણી ભરાયેલ છે. તેના વિડિયો ફોટો સહિત લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કે છેલ્લા ૫ વર્ષોથી પાણી ખૂબ ભરાય રહ્યું છે અને નગરપાલિકા દ્વારા જો યોગ્ય પગલાં લેવામાં આવે તો આનુ નિરાકરણ પણ શકય છે અને જો આ પાણી નુ વહેલી તકે નિકાલ નહીં કરવામાં આવે તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાશે જેની તકેદારી લેવાની ખાસ જરૂર છે. આ તકે સામાજિક કાર્યકર અફઝલ સર જીવન જ્યોત સેવા ટ્રસ્ટ ના પ્રમુખ બકુલભાઈ પટેલ કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશ રાયઠૂઠા ડો. જફર સૈયદ બેસ્ટ હોસ્પિટલ નાં એમ.ડી. અસગર અલી કાદરી પ્રેમ ગઢીયા પગ્રેશ સિરોદરિયા એ રજુઆત કરેલ હતી તેવું લોકો માં ચર્ચાય છે.

રિપોર્ટર : હારુન કાલવાત, વેરાવળ

Related posts

Leave a Comment