લખપત ખાતે આયોજન વગર નું બનાવેલ ડેમ ઓવરફ્લો થતા પોલીસ જવાનો આંખો દિવસ ચાલુ વરસાદ માં ભીંજાઈ ને ખડે પગે ફરજ બજાવી

લખપત,

લખપત તાલુકાના નરા થી દયાપર તરફ જતા રસ્તા માં માણકલવાંઢ પાસે રસ્તા ની બાજુમાં આયોજન વગર નું બનાવેલ ડેમ ઓવરફ્લો થતા નરા થી દયાપર રસ્તો થયો બંધ આજે વહેલી સવારથી સાંજ સુધી વાહનોની અવરજવર બંધ થતાં ખાસ કરીને ઈમરજન્સી સેવા જેમ કે દવા લેવા જવું પડે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નરા ના માજી સરપંચ જુગરાજશીગ સરદારે જેસીબી મશીન લગાવી ને તાબડતોબ ઓગન ને નીચે ઉતારતા મોડી સાંજે માંડ પાણી ઓસર્યા ત્યારબાદ વાહનોની અવરજવર ચાલુ થઈ આ ડે‌મ બન્યો છે ત્યાર‌થી દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતાં જ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

હવે આ ડેમ નું ઓગન આયોજન પૂર્વક નીચે ઉતારવા માં આવે અથવા રસ્તા પર ભરાઇ કરી ઊંચુ કરવામાં આવે તેવી આસપાસ ના ગામોની માંગણી છે. સવાર ના ભાગ માં બંને બાજુ વાહનોની લાંબી કતાર લાગી હતી અને કોઈ અજાણ્યા લોકો આવી ગહેરાઈ માં વાહનો ન નાખે અને કોઈ અકસ્માત ન સર્જાય એના માટે નરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ જવાનો આંખો દિવસ ચાલુ વરસાદ માં ભીંજાઈ ને ખડે પગે ફરજ બજાવી હતી.

રિપોર્ટર : શંકરભાઈ મહેશ્વરી, નરા

Related posts

Leave a Comment