હિન્દ ન્યુઝ, સિદ્ધપુર
આજ રોજ સિદ્ધપુર ના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કોવિડ વેકસીન મહાઅભિયાન કાર્યક્રમ માં હાજરી આપી આ કાર્યક્રમ સિદ્ધપુર ના રાજપુર, સિદ્ધપુર શહેર ખાતે આ વેકસીનેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમના મુખ્ય અધ્યક્ષ તરીકે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર હાજરી આપી. કોરોના વેકસીન લેવા આગ્રહ કર્યો હતો આ વેક્સિન સલામત સુરક્ષિત સે જેથી દરેક નાગરિકે વેક્સિન અવશ્ય લેવી જેમા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમિદભાઈ મોકનોજીયા, શહેર પ્રમુખ અમરસિંહ ઠાકોર, શહેર પ્રભારી બીપીનભાઈ દવે, રશિદભાઈ કૂરેશી, દિપીકાબેન, નગરપાલીકા સદસ્ય જયાબેન શાહ, કેશીબેન સોલંકી, તેમજ રાકેશભાઈ તથા તાલુકા આરોગ્ય નો સ્ટાફ તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
રિપોર્ટર : પ્રહલાદ ગોહિલ ,સિદ્ધપુર