દિયોદર રેલવે હાઇવે બ્રીજ ની સર્વિસ રોડ ની પોલ ખુલ્લી, પ્રથમ વરસાદે ટ્રેક્ટર ફસાયુ

હિન્દ ન્યુઝ, દિયોદર

    દિયોદર મા નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા દિયોદર ભાભર હાઇવે રેલવે ક્રોસીંગ ઓવર બ્રીજ ની કામગીરી ની પોલ ખુલ્લી પડી છે. દિયોદર મા બે દિવસ પહેલા વરસેલા વરસાદે ઓવર બ્રિજ ની સર્વિસ રોડ ની સાઈડો ની કામગીરીની પોલ ખુલ્લી પડી છે.

  છેલ્લા દોઢેક વર્ષથી બ્રીજ ની કામગીરી ચાલુ છે. દિયોદરમાં આજે બપોર ભારે વરસાદી ઝાપટું પડતાં સાઈડો ની કામગીરી નબળી હોવાથી ગોપી હોટલ પાસે એક ખેડૂત નું ટ્રેક્ટર ફસાયુ છે. જ્યાં ખેડૂત ફાટક બંધ હોવાથી વરસાદી પાણી ભરાયા હતા, જ્યાં સાઈડ માંથી પસાર થતા સાઈડો ની નબળી કામગીરી થી ટ્રેકટર ફસાયુ છે, ટ્રેક્ટર માલિક ભાભર ના ટેરવાડા ના ઇશ્વર જી ઠાકોર ટ્રેક્ટર ની સર્વિસ કરાવી ઘરે પરત જઈ રહ્યા હતા. જ્યાં ફાટક બંધ થતાં સર્વિસ રોડ ની બાજુમાં થી વાહન ચલાવવા જતા ખાડામાં ફસાઈ ગયા હતા. જ્યાં ભારે મથામણ બાદ પણ ટ્રેક્ટર બહાર કાઢવું મુશ્કેલ બન્યું છે.

મહત્વનું છે કે દિયોદર મા પ્રથમ વરસાદ થી નૅશનલ હાઇવે ઓથોરીટી અને દિયોદર PWD ની નિગરાની હેઠળ ચાલતા ઓવર બ્રિજ બનાવટી કંપની ની કામગીરી પોલ ખુલ્લી પડી છે. હવે જોવાનું એ રહ્યું કે હજુ ચોમાસું શરૂ થયું છે, જ્યાં ભાભર થી દિયોદર મા થી પસાર થતા હજારો વાહનચાલકો સાથે મોટી દુર્ઘટના સર્જાશે તો નવાઈ નહીં. આવા અનેક સવાલો લોક મુખે ચર્ચા રહ્યા છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment