છોટાઉદેપુરના ફતેપુરા ખાતે શોર્ટસર્કીટ થવાથી ડીપી પાસે આવેલ વૃક્ષ સળગી ઉઠ્યું

છોટાઉદેપુર,

છોટાઉદેપુરમાં આવેલ ફતેપુરા વિસ્તારમાં આવેલી સનરાઇઝ શાળાની બિલ્ડીંગના પાછળના ભાગમાં ડીપી આવેલ છે. જે ડિપી માં મોડી રાત્રે અચાનક શોર્ટશર્કીટ થતા ભડકા થયા હતા. જેથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ડીપી માં થયેલા અચાનક ભડકાઓને કારણે નજીકમાં જ આવેલું લીલું વૃક્ષ સળગી ઉઠ્યું હતું. જેથી સ્થાનિક રહીશોમાં ભયની લાગણી ફેલાઈ હતી જો કે સ્થાનિક રહીશોએ ફાયર ફાઈટર ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. શાળાના સંચાલકો દ્વારા એમજીવીસીએલ ને જાણ કરાતા તેઓ દ્વારા તાત્કાલિક લાઈન બંધ કરી હતી અને નજીકમાં આવેલી સનરાઈઝ શાળા હોવાથી સળગતા વૃક્ષને જોવા લોકટોળા ઉમટ્યા હતા. જોકે સરળતાથી આગ કાબુમાં આવી ગઈ હતી અને મોટું નુકશાન થતા અટકી ગયું હતું.

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment