જોડિયા તાલુકાની સરકારી,ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં ટેબ્લેટ અપાયા

જોડિયા,

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તરફથી બાળકો તથા શાળાઓને સમયાંતરે વિવિધ શૈક્ષણિક સુવિધાઓ અવિરત રીતે પૂરી પાડવામાં આવે છે. જેથી બાળકોને પાયાની સુવિધાઓ મળી રહે. જોડિયા તાલુકાની સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક તેમજ વહીવટી કામગીરી કરવામાં શાળા કક્ષાએ સરળતા રહે તે માટે તમામ શાળાઓને સમગ્ર શિક્ષા ગાંધીનગર  તરફથી આવેલ ટેબ્લેટ નું વિતરણ બી.આર.સી. કો.ઓર્ડીનેટર દ્વારા બી.આર.સી.ભવન જોડિયા ખાતેથી કરવામાં આવ્યું.

આ ટેબ્લેટ માં વિવિધ શૈક્ષણિક એપ્લિકેશન ડાઉનલોડ કરી તેના દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કામ કરવાની એક નવી દિશા મળશે.

રિપોર્ટર: શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment