અરવલ્લીના ૭૦,૦૦૦થી વધુ વૃધ્ધોની સંભાળ લઇ ઘરે બેઠા સેવાઓ પુરૂ પાડતું આરોગ્ય તંત્ર

અરવલ્લી,

અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસને લઇ ૩૫૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. ત્યારે આવા સમયે કોરોનાનું સંક્રમણનું સૌથી વધુ જોખમ વૃધ્ધો,સર્ગભાઓ અને નાના બાળકો પર હોય છે, ત્યારે આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા સિનિયર સિટીઝનના આરોગ્યની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે.
અરવલ્લી જિલ્લામાં જયારથી કોરોનાના સંક્રમણની અસર શરૂ થઇ ત્યારથી જિલ્લામાં વૃધ્ધોના આરોગ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. કોરોના રોગની જાણકારી આપવાની સાથે કોરોનો વ્યાપ વધુ હોય તેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા સરવે હાથ ધરાયો છે.


જિલ્લાના કન્ટેન્ટમેન્ટ અને એ સિવાયના વિસ્તારમાં આરોગ્યની ૩૪ ટીમો દ્વારા જિલ્લાના ૭૧૪૭૪ વૃધ્ધોના ઘરે જઇ ઓક્સીમીટર દ્વારા શરીરમાં રહેલા ઓક્સિજનની માત્રા તેમજ શરીરના તાપમાનની ટેમ્પરેચર ગન દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે તેમજ ઇમ્યુનિટી ક્ટિસનું ઘરે બેઠા સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે.

રિપોર્ટર : મુકેશ પ્રજાપતિ, અરવલ્લી

Related posts

Leave a Comment