તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ ગોહિલ એ પાલીતાણા તાલુકાનો ચાર્જ સાંભળ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની અધિસુચનાથી તાલુકા વિકાસ અધિકારી જયરાજસિંહ આર. ગોહિલ ની ફેરબદલી બોટાદ ખાતે થી પાલીતાણા તાલુકા ખાતે થતા શ્રી ગોહિલ જિલ્લા પંચાયત ભાવનગર ખાતે તા.૧૭/૦૮/૨૪ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ હાજર થયા હતા. પાલીતાણા તાલુકા પંચાયત જતા પહેલા જ સૌ પ્રથમ પાલીતાણા તાલુકાના જુના સરોડ અને મોખડકા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. 

વધુમાં તે જ દિવસે તાલુકા પંચાયત પાલીતાણાના તમામ સ્ટાફની રીવ્યુ બેઠક તેમજ તા. ૨૨/૦૮/૨૪ નાં રોજ તમામ તલાટી કમ મંત્રી ઓની સમીક્ષા બેઠક યોજી હતી. આ ઉપરાંત સ્ટાફ મીટીંગ તેમજ તલાટી કમ મંત્રી ઓની સમીક્ષા બેઠક યોજી માઇક્રો પ્લાનિંગ કરીને ૧૫માં નાણાપંચ (જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા, ગ્રામ્ય કક્ષા), ૧૫% આયોજન, એટીવીટી, એમ.એલ.એ ગ્રાન્ટ, એમ.પી ગ્રાન્ટ વગેરે યોજનાઓ અંતર્ગતના ૯ કરોડ ૬૯ લાખના વિવિધ વિકાસના કામો કે જે અલગ-અલગ તબક્કે હતા તેની કામગીરી હાથ ધરી છે.

Related posts

Leave a Comment