હિન્દ ન્યુઝ, ભાવનગર
વંદે ગુજરાત વિકાસયાત્રાના પાંચમા દિવસે ઝરમર વરસતાં વરસાદની વચ્ચે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા, રંઘોળા અને ઉમરાળા ખાતે રથનું આગમન થતાં ગ્રામજનોએ હર્ષભેર સ્વાગત કર્યું હતું.
છેલ્લા પાંચ દિવસથી ભાવનગર ગ્રામ્યના વિવિધ તાલુકાઓમાં ફરી રહેલો વંદે ગુજરાત રથ સિહોર, પાલીતાણા બાદ આજે ઉમરાળા તાલુકામાં આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનોએ હર્ષભેર વંદે ગુજરાત રસનું સ્વાગત કર્યું હતું.
મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને સરકાર ની વિકાસની ૨૦ વર્ષની યાત્રાની ટૂંકી ફિલ્મને નિહાળી હતી. ઔષધિય છોડ આપીને તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર મહાનુભાવો દ્વારા સરકારની વિવિધ યોજનાના લાભોનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.

વંદે ગુજરાત યાત્રા અંતર્ગત મહાનુભાવોએ હાજર રહેલા તમામને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત, મેડિકલ ઓફિસર સાથેની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગ્રામજનોના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી હતી. માતૃશક્તિ યોજનાના લાભાર્થી બહેનોને કીટનું વિતરણ પણ ઉપસ્થિત મહાનુભાવોએ કર્યું હતું.
વાનગી હરીફાઈના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા. પ્રતિકરૂપે આયુષ્માનકાર્ડ અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉમરાળાના તાલુકા વિકાસ અધિકારી, ધોળાના આરોગ્ય અધિકારીશ, ઉમરાળાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધોળા ના તલાટી મંત્રી્ જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના એસ.પી.રાઠોડ અને જિજ્ઞેશભાઈ ભટ્ટ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી
