જૂનાગઢ નો રોપ વે બન્યો મોર પે 9 કરોડનો પ્રોજેકેટ પહોંચીયો 130 કરોડે… શું આ છે ભાજપ નો વિકાસ ? ઉષાબેન કુસકીયા રોપ વે પરત્વે ભાજપ ની ભૂમિકા પ્રત્યે ઉઠાવ્યા સવાલ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

જૂનાગઢ ના વિકાસમાં પાયારૂપ સુવિધા પુરી પડતો રોપ વે પ્રોજેક્ટ નું કામ આખરે પૂર્ણ તો થયું પણ સરકારની અણઆવડત અને નિષ્ફ્ળ આયોજનના કારણે આ 9 કરોડ નો પ્રોજેક્ટ આજે રૂપિયા 130 કરોડે પહોંચી જતા આમ જનતા માં ચર્ચા એ જોર પકડતા સરકારની અણઆવડત અને ઢીલી નીતિ અને નિષ્ફ્ળ આયોજન ના કારણે પ્રજાના પૈસા નું પાણી થઇ આવ્યાનું ચર્ચા રહ્યું છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ મહિલા અગ્રણી ઉષાબેન કુસકીયાએ પોતાની તીખી પ્રતિક્રિયા આપતા આ રોપ વે ને મોર પે ગણાવી સરકારની અણઆવડત ઢીલી નીતિ અને નિષ્ફળ આયોજનની ઝાટકણી કાઢી ખેદ સાથે દુઃખ ની લાગણી વ્યક્ત કરેલ છે અને દુઃખ સાથે જણાવેલ કે આવા તો અનેક પ્રોજેક્ટો મંદ ગતિએ ચાલી રહેલ હોય સરકારની અણઆવડત નિષ્ફ્ળ આયોજન અને ઢીલી નીતિના કારણે પ્રજા ના પરસેવાની કમાણી થી ભરવામાં આવેલ સરકારી તીજોરી ને ખાલી કરવામાં આવી રહેલ છે. સરકારની આવી ખોટી નીતિ ના કારણે ભારતની અર્થ વ્યવસ્થા નબળી પડી રહેલ છે. આ પ્રોજેક્ટ ની વાત કરીએ તો કામ ખુબજ વિલંબ સાથે પૂર્ણ થઇ આવેલ છે જે ટીકાને પાત્ર છે. સરકારની ફૂટ નીતિ ના કારણે આજે આવી નાની યોજનાઓ નું બજેટ 14 ગણું થતું હોય નો આર્થિક રીતે સરકારી ખજાનામાં પડતી ખોટ આખરે તો પ્રજા ના શીરે જ છે ત્યારે આમ જનના એ જાગૃત થવાની જરૂર છે એમ અંત માં જણાવેલ છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment