હિન્દ ન્યૂઝ, થરાદ,
અધિક માસ થોડા દિવસ પહેલા પૂર્ણ થયો છે ત્યારે થરાદ તાલુકાના કળશ લુવાણા ગામે કેટલાક સેવાભાવી દાતાઓએ અધિક માસ દરમિયાન સુખડી બનાવી ગૌમાતાને ખવરાવવાની જાહેરાત કરેલ હોઈ, ગતરોજ ગૌમાતાને શુદ્ધ ધીની સુખડી બનાવી ગૌમાતાને ખવરાવી હતી. કળશ લુવાણા ગામે છેલ્લા એક વર્ષથી વોટસઅપ ગૃપના માધ્યમથી અને ગામના સહયોગથી ઘાસચારાની વ્યવસ્થા કરી ગૌમાતાને ઘાસચારો પૂરો પાડતા હોઈ ગામના માજીસરપંચ ગેનાજી કરવડ, શાસ્ત્રી નરશીભાઈ એચ.દવે, વાલજીભાઈ નાઈ, નેનમલભાઈ શાહ સહિત ગામના અનેક સેવાભાવી લોકોની પ્રેરણાદાયી કામગીરી ખરેખર માનવતાના દર્શન કરાવે છે ત્યારે અધિક માસ દરમિયાન સેવાભાવી દાતાઓએ સુખડી બનાવી ગૌમાતાને ખવડાવવાની જાહેરાતને સાર્થક બનાવતા સેવાભાવી ભામાસાઓ આ તબક્કે ધન્યતા અનુભવી હતી.
અહેવાલ : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
