હિન્દ ન્યુઝ, માંગરોળ, સુરત
રોહિત સમાજબંધુઓ દ્વારા કીમનગરમાં રહેતા અને કીમનગરની આસપાસના 15 જેટલા ગામોને સાથે લઈ સમાજના વિકાસમાં મદદરૂપ થઇ શકે એ હેતુસર ધી કીમ વિભાગ રોહિત સમાજ બચત અને ધિરાણ કરનારી સહકારી મંડળી (સૂચિત) શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્દઘાટન કીમ ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઈ પટેલના હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું . પ્રથમ દિવસે 101 સભ્યો જોડાયા છે. મંડળીની સ્થાપના કરવા બદલ સમાજના આગેવાનોએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. ઉદ્દઘાટન સમારોહમાં ભરતભાઈ ચોસલા , દેવેન્દ્રભાઈ પટેલ તેમજ રોહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ તરીકે ગોમાનભાઈ હરિભાઈ ચૌહાણ, મહામંત્રી તરીકે જીતેન્દ્રકુમાર અમૃતભાઈ પરમાર, સહમંત્રી તરીકે દલપતભાઈ દેવજીભાઈ સોલંકી તેમજ કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી.
તાલુકા બ્યુરો ચીફ (માંગરોળ) : નિલય ચૌહાણ