હિન્દ ન્યુઝ, માંગરોળ
રાજય સરકાર દ્વારા જુલાઇ ૨૦૨૨ દરમ્યાન આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં રાજય સરકાર ના વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાકીય કામગીરીને રાજયની જનતા સુધી પહોંચાડવા માટે સહાય વિતરણ, વિકાસ કાર્યોનું લોકાર્પણ, આયોજન કરાયું છે જે અંતર્ગત વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નાની નરોલી ગામે આવતા સ્થાનિકો દ્વારા સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ યોજાયેલા કાર્યક્રમ મા લાભાર્થી ઓ ને સરકાર ની યોજના ના લાભો નુ વિતરણ માંગરોળ તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ મહાવીરસિંહ પરમારે સ્વાગત પ્રવચન કરી સરકારની સિદ્ધિઓ અને યોજના લક્ષી કામો વિશે માહિતી આપી હતી જિલ્લા પંચાયત સહકાર સિંચાઈ સમિતિ ના અધ્યક્ષ અફઝલખાન પઠાણ દ્વારા સરકાર ની વિવિધ યોજના ની માહિતી આપી હતી ત્યારબાદ આગેવાનોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ માતૃશક્તિ યોજના આયુષ્યમાન ભારતના કાર્ડ વગેરે લાભોનું વિતરણ થયું હતું તેમજ ખેતી વિષય અંતર્ગત નાની-નરોલી બોરસદ ડુંગળીના લાભાર્થીઓને પંપ સેટ, ડી જી વી સી એલ તરફથી ખેડૂતો ને નવા વીજ જોડાણ કનેકશન પત્ર નુ વિતરણ, આદિજાતિ વિકાસ વિભાગ ની કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત લાભાર્થીઓને બાર,બાર હજારનો ચેક ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ભુપેન્દ્ર સિસોદિયા, નાયબ અધિક ઇજનેર ભાવિકભાઈ બલર, માંગરોળ એટીવીટીના અધિકારી દિવ્યેશભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટર ઓફિસર. જી જે ગઢવી, ગામના સરપંચ રૂપસિંગ વસાવા ઉપસરપંચ અબુ બકકર તરકી હાજર રહ્યા હતા સમગ્ર સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતુ જ્યારે આભાર વિધિ શાળા ના આચાર્ય મનહરભાઈ પરમારે કરી હતી.
તાલુકા બ્યુરો ચીફ (માંગરોળ) : નિલય ચૌહાણ