હિન્દ ન્યુઝ, માંગરોળ
ઉમરપાડા તાલુકામાં બપોરે ચાર વાગ્યા સુધીમાં 13 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો અને સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે સમગ્ર ઉમરપાડા તાલુકો જળ બંબાકાર થયો છે તાલુકાની નદીઓ ગાંડીતૂર બની રસ્તા પર વહેતા ગળનાળાઓને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે ઉમરપાડા ચાર રસ્તા થી જુના ઉમરપાડા તરફના મુખ્ય બે ગળનાળા વરસાદી પૂરને કારણે ધોવાઇ ગયા છે જેથી તકેદારીના ભાગરૂપે જોખમી રસ્તો તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત મૂકી બંધ કરી દેવામાં આવ્યો છે ઉચવણ ગામમાં નીચાણ વાળા મસ્જિદ ફળીયા વિસ્તારમાં પાણી ભરાયા હતા જ્યારે નવી વસાહત વિસ્તાર ના સુત ખડકા બિલવણ ચોખવાડા વગેરે ગામો નજીકથી પસાર થતી મહુવન નદીમાં ઘણા વર્ષો પછી ભારે પુર આવતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં તાલુકાની બીજી મોહન ખામ નદી માં ઘોડાપૂર આવ્યા હતા જેથી તાલુકા મથકથી ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તેમજ વહાર ગામે થી વહેતી વીરા નદીમાં ભારે ઘોડાપુર આવ્યા હતા જેથી એ વિસ્તારના ગામો સંપર્ક વિહોણા બન્યા હતા તાલુકાના વાડી ઉંમરઝર વચ્ચેના મુખ્ય માર્ગ પર કોતરો માંથી આવતું પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો તાલુકા મથક સાથેનો ગ્રામ્ય વિસ્તારનો સંપર્ક બંધ છે જ્યારે બીજી તરફ સરકારી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે કવાયત કરી રહ્યું છે
તાલુકા બ્યુરો ચીફ (માંગરોળ) : નિલય ચૌહાણ