નેત્રંગ તાલુકામાં મેઘમહેર યથાવત, છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ પડ્યો

નેત્રંગ, તા.૧૪-૮-૨૦૨૦ નેત્રંગ તાલુકામાં પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ-નમૅદા જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં જુન માસના પ્રારંભની સાથે મેઘરાજાનું ધીમી ગતિએ આગમન થયું હતું, ખેડૂતો હોંશેહોંશે ખેતીકામમાં જોતરાયા બાદ મેધરાજા હાથતાળી આપતા ખેડુતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા હતા, લાંબા સમયના વિરામ બાદ નેત્રંગ તાલુકામાં ફરીવાર મેઘરાજાનું વાજતેગાજતે આગમન થતાં ધરતીપુત્રોમાં આનંદ વ્યાપી જવા પામ્યો છે.જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે મોસમનો કુલ ૩૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે, મેઘરાજાના આગમની સાથે તેજગતિના વાવાઝોડાથી કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ઘરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી…

Read More

થરાદ તાલુકાના દોલતપુરા ગામમાં શિવના મંદિરે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું

થરાદ, થરાદ તાલુકાના દોલતપુરા ગામમાં શિવના મંદિરે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું. દોલતપુરા ના ધી, દુધ, મંડળી ના મંત્રી હેમજી ભાઈ પટેલ તથા ભીલ મગન ભાઈ અને બ્રાહ્મણ હીરજી ભાઇ અને કર્મીસીભાઈ પટેલ તથા બીજા પણ ગામ જનો ભેગા મળી ને શીવના મંદિરે વૃક્ષ રોપણ કરવામાં આવ્યું હતુ. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

કવાંટના મોટી જડોલી ગામે મેણનદીમાં “આઈસર ટેમ્પો” તણાયો

છોટાઉદેપુર, છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં અને કવાંટમાં છેલ્લા ૩-૪ દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી જિલ્લાની બધી નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે કવાંટ તાલુકાના મોટી જડુલી ગામેથી મેણનદી પસાર થઈ રહી છે. જેમાં અચાનક પાણી આવતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. તેવામાં નદી પરથી પસાર થઈ રહેલો ટેમ્પો અચાનક પાણીના વહેણમાં તણાવા માંડ્યો હતો. જેથી ૨ ટ્રેકટર દ્વારા ખેંચી તેમજ ગ્રામજનો અને સ્થાનિક લોકોની મદદથી ટેમ્પોને ધક્કો મારી નદીમાંથી મહામુસીબતે બહાર કાઢવામાં અંતે સફળતા મળી હતી. વર્ષોથી કવાંટ અને નસવાડી વચ્ચે આવેલ મોટી જડૂલી પુલ બનાવવાની માંગ…

Read More

થરાદ તાલુકા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરાયું

થરાદ, બનાસ ડેરી અને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે થરાદ તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ કરબુણ ગામે ગૌશાળાની પવિત્ર ધરતી પર પરમ પૂજ્ય સંત શ્રી નાગરવનજી બાપજી ના સાનિધ્યમાં તથા સાંસદ પરબતભાઇ પટેલ ની ઉપસ્થિતિમાં ગામના અગ્રણીઓ અને પશુપાલકોની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું. જેમાં ૫૦૦ કરતા વધુ વૃક્ષો રોપવામાં આવ્યા અને 251 વડ રોપવામાં આવ્યા. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ

Read More

દિયોદર ના પાલડી ગામે વીજળી પડવા થી બે પશુ ના મોત

દિયોદર, ઉત્તર ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા માં મેઘ મન મૂકી ને વરસી રહ્યા છે. જેમાં દિયોદર તાલુકા માં પણ ભારે વરસાદ છે ત્યારે દિયોદર તાલુકા ના પાલડી મીઠી ગામે વીજળી પડવા થી બે ભેંસ ના મોત થયા છે. પાલડી મીઠી ગામે રહેતા દરજી નાગજીભાઈ ખાનાભાઈ ની પોતાના માલિકી ની બે ભેંસ આંગણે બાંધેલ હતી. જેમાં એકાએક વરસાદ અને વીજળી પડતા બે ભેંસ ના મોત નિપજ્યા હતા. જેમાં એકાએક બે ભેંસ ના મોત થતા પશુપાલન પર નિર્ભરીત આ પરિવાર ને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

બનાસડેરી દ્વારા આયોજિત દિયોદર તાલુકા ના જોશીડા વાસ (મીઠી પાલડી) ખાતે સામુહિક વૃક્ષારોપણ યોજાયું

દિયોદર, તા. 14.08.2020, બનાસડેરી ના ચેરમેંન શંકરભાઇ ચૌધરી ના દિશાસૂચન હેઠળ સમગ્ર જીલા માં બનાસડેરી દ્વારા આયોજિત દૂધ મંડળીઓ દ્વારા સામુહિક વૃક્ષારોપણ નું આયોજન કરવા માં આવ્યું છે. બનાસડેરી ના ચેરમેન શંકરભાઇ ચૌધરી દ્વારા બનાસકાંઠા ને હરિયાળો બનાવવા ના સંકલપ સાથે સમગ્ર જિલ્લામાં દરેક દૂધ મંડળી ઓ મારફત ગામ માં વૃક્ષારોપણ કરવા માં આવ્યું છે. જેમાં ગત રોજ દિયોદર તાલુકા ની જોશીડા વાસ (મીઠી પાલડી ) દૂધ મંડળી માં બનાસડેરી દ્વારા સામુહિક વૃક્ષારોપણ કરવા માં આવ્યું હતું. જેમાં દિયોદર વિભાગ ના ડિરેક્ટર ટી. વી. પટેલ (તેજાબા ) બનાસબેન્ક ડિરેક્ટર આઈ.ટી.પટેલ…

Read More

દિયોદર માર્કેટ સમિતિ ની ચૂંટણી 14 ઓક્ટોબર ના રોજ યોજાશે

દિયોદર, બનાસકાંઠા જિલ્લા ના દિયોદર માર્કેટ સમિતિ ના વર્તમાન કમિટી ની મુદત પૂર્ણતા ના આરે હોઈ ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર ના નિયામક દ્વારા ચૂંટણી યોજવા અંગે નું જાહેરનામું બહાર પાડેલ છે. તાજેતર માં સહકારી કાયદા માં થયેલા ફેરફાર અંતગ્રત દિયોદર માર્કેટ સમિતિ ના ખેડૂત વિભાગ માં આઠ સદસ્યો ની ચૂંટણી યોજાતી જેના બદલે દસ સદસ્યો કરાયા છે. જ્યારે વેપારી વિભાગ માં ચાર અને સહકારી ખરીદ વેચાણ ના બે પ્રતિનિધિ ની જગ્યા ઓ યથાવત રખાઈ છે દિયોદર માર્કેટ સમિતિ ના કુલ 16 ડિરેક્ટરો ની ચૂંટણી યોજવાની છે. જેમાં તા,3/10/2020…

Read More

સિધ્ધપુર ના ખળી ચાર રસ્તા ખાતેથી અફીણ અને એમડી ડ્રગ્સ સાથે ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી

પાટણ, સિદ્ધપુર ખળી ચાર રસ્તા પાસે આવેલી હોટેલ પાસે રાજસ્થાન ના સાંચોર થી આવતા ચાર શખ્સો પાસેથી અંદાજે 25 લાખનો એમડી ડ્રગ્સ અને અફીણ નો જથ્થો અમદાવાદ એટીએસ અને અને ક્રાઇમ બ્રાન્ચે પાકી બાતમીના આધારે પકડી લીધો હતો. રાત્રે આઠ વાગ્યા સમયે ખળી ચાર રસ્તા ની પાસે ફેમસ હોટેલ પાસે બે કાર આવતાની સાથે જ કાર સાથે ચાર વ્યક્તિઓને પોલીસે ધરપકડ કરી હતી, જેમાં ઇમરાન યાસીન શેખ રહે.સિદ્ધપુર, ખેમારામ કસ્તુર જી પુરોહિત, રહે થરાદ, સુરેશભાઈ ઠક્કર, જગદીશ દયારામ માળી બંને રહે.સાચોર રાજસ્થાન ને ઝડપી લીધા હતા અને કારમાંથી બે થેલા…

Read More

દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ને ટંકારા પોલીસે ઝડપી લીધો

મોરબી, મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ અધ્યક્ષ ની સૂચના અનુસાર ટંકારા પોલીસ મથકના પી.એસ.આઇ. એલ.બી. બગડા ના સુચનાનુસાર ટંકારા પોલીસ ડી સ્ટાફ ની ટીમ ટંકારા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરેલ હોય તે સમય દરમિયાન દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ મથકના નાસતો ફરતો આરોપી પોપટ ભાઇ પારૂભાઈ ની ટંકારા પોલીસની હદમાં હોવાની બાતમી મળેલ હોય જે અંતર્ગત સજજનપર (ઘુનડા) ગામથી ઝડપી પાડેલ છે. જેની ટંકારા પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગત મુજબ એવી છે કે દાહોદ જિલ્લાના ધાનપુર પોલીસ સ્ટેશનના ફાસ્ટૅ ગુ.ર.નં.…

Read More

કલેક્ટર વિજય ખરાડીએ કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ સઘન આરોગ્ય તપાસણી કરવા સૂચના આપી

દાહોદ, તા. ૧૪, જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જેસાવાડા અને ગરબાડાના કન્ટેઇનમેન્ટ વિસ્તારની મુલાકાત લઇ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. છેલ્લા કેટલાંક દિવસથી નિયંત્રિત વિસ્તારમાંથી કોરોના સંક્રમણના કેસો સતત સામે આવી રહ્યાં છે ત્યારે નિયંત્રિત વિસ્તારમાં આરોગ્ય તપાસથી લઇને સેનિટાઇઝેશન જેવી કામગીરી વધુ સઘન કરવા માટે કલેક્ટરએ સૂચના આપી હતી. કલેક્ટર ખરાડીએ બંને કન્ટેઇનમેન્ટ વિસ્તારોમાં ચાલી રહેલી આરોગ્ય તપાસણીની ઝુંબેશનું રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું અને આ વિસ્તારના લોકોને સ્વેચ્છિક રીતે જ આરોગ્ય તપાસ કરાવવા જણાવ્યું હતું. સમગ્ર નિયંત્રિત વિસ્તારમાં સેનિટાઇઝેશન સહિતની કામગીરી સઘન રીતે કરવા તેમણે…

Read More