દિયોદર, ઉત્તર ગુજરાત માં ઘણા સમય થી ચોમાસા ની શરૂઆત થઈ હોવા છતાં નહિવત વરસાદ છે. જેમાં બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં પણ નહિવત વરસાદ ના કારણે ખેડૂતો મુંજવણ માં મુકાયા હતા જેમાં ચોમાસુ ખેતી માં નુકશાન આવવાની સંભાવના વ્યક્ત કરી હતી, ત્યારે આજે દિયોદર માં લાંબા સમય ના વિરામ બાદ ધોધમાર વરસાદ નું આગમન થયું હતું. આજે શુક્રવાર ના રોજ સાંજ ના સુમારે એકાએક વાતાવરણ માં પલટો આવ્યો હતો જેમાં ધમાકેદાર વરસાદ નું આગમન થતા શહેરીજનો ગરમી માંથી રાહત મેળવી હતી. આજે ધોધમાર વરસાદ ના…
Read MoreMonth: July 2020
જામનગર ખાતે રોટરી ક્લબ ઓફ સેનોરાસ દ્વારા “હુંફ” પ્રોજેક્ટ નું આયોજન કરાયું
જામનગર, જામનગર ખાતે તા. ૨૯/૭/૨૦ રોજ રોટરી ક્લબ ઓફ સેનોરાસ દ્વારા “હુંફ” પ્રોજેક્ટ નું આયોજન સોઢા વાડી નંદ ઘર આંગણવાડી માં કરવામાં આવેલ હૂંફ એ સગર્ભા સ્ત્રીઓ માટે નો પ્રોગ્રામ છે. એમાં તેમને શું ખાવું જોઈએ તે સમજાવવામાં આવ્યું તથા ૧.૫ કિલો નું પેકેજ જેમાં ગોળ, ચણા અને ખજૂર આપવામાં આવેલ હતું. આર્થિક રીતે પછાત તેમજ જેમને લોહી ના ટકા ઓછા હોઈ તેમને આપવા માં આવ્યું હતું. રોટરી કલબ ના પ્રમુખ ડો. પ્રવિણા સંતવાણી , પ્રોજેક્ટ ચેર સારાબેન્ મકવાણા અને મેડિકલ ઓફિસર ડો. હિંગોરા આંગણવાડી ના સ્ટાફ હાજર રહેલ. કોરોના…
Read Moreશ્રી હડિયાણા કન્યા શાળાના શિક્ષકોનું સરાહનીય કાર્ય….
હડિયાણા, કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે આજે જ્યારે સમગ્ર રાજ્યની શાળાઓ બંધ છે ત્યારે બાળકોના શિક્ષણની સૌને ચિંતા રહે છે જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ની હડિયાણા કન્યાશાળા માં બાળકોના અભ્યાસ માટે શાળાના આચાર્ય શ્રી અરવિંદ મકવાણા ના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોનું શાળાના ધમસાણિયા ચંપકકુમાર, મકવાણા સુરેશભાઈ અને બારૈયા દેવાંગીબેન દ્વારા માઈક્રોસોફ્ટ ટિમ નામની એપ્લિકેશન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એ ઉપરાંત whatsapp youtube જેવા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત શાળાના…
Read Moreરાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને લઈ વેપારીઓ માં હોબાળો મચી ગયો
રાજકોટ, રાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને હોબાળો મચી ગયો હતો. વેપારીઓએ માસ્ક ન પહેર્યા હોવાના દંડની પહોંચ આપતા હતા. અંદાજે ૨૫ જેટલા વેપારીઓને દંડની પહોંચ મળતા વેપારીઓ ત્રણેક મહિલાઓ પાસે કર્મચારી હોવાનું આઈ.ડી કર્મચારી હોવાનો કોઈ આધાર રજૂ ન કરી શકતા વેપારીઓએ હોબાળો કરતા પહોંચ પકડાવનાર એક-બે લોકો ત્યાથી નીકળી ગયાનું પણ જાણવા મળ્યું હતું. વેપારીઓએ ત્રણેક મહિલા ઓને ત્યાં રોકી રાખી પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જઈ એકઠા થયેલા લોકોને વિખેર્યા હતા. અને વેપારી આગેવાન સાથે ચર્ચા કરતા મહાનગરપાલીકાના…
Read Moreભાભર અને સુઇગામ પંથકમાં આગામી સમયમાં વરસાદ ન આવે તો ખેડૂતો એ વાવેલ પાક માં નુકશાન થવાનો ભય
ભાભર, ભાભર અને સુઇગામ પંથકમાં આગામી સમયમાં વાવણી લાયક વરસાદ થયો હતો જેને લીધે ખેડૂતો એ એરંડા, બાજરી, જુવાર, મગ, જેવા અનેક પાકો નુ વાવેતર કરવામાં આવ્યુ હતું પરંતુ મેઘરાજા એ રિસામણા કરતા વાવેલો પાક હળવે હળવે ઉતરી જતાં જગત નો તાત આજે ચિંતાતુર બની જવા પામ્યા હતા. એક બાજુ કોરોના વાયરસ અને એક બાજુ વરસાદ હાથતાળી આપતાં ખેડૂતો એ વાવેલાં મોઘા બિયારણો નિષ્ફળ જવાની સ્થિતિ સેવાઇ રહી છે. એક બાજુ આ સરહદી વિસ્તાર માં આવેલી કેટલીયે નાની કેનાલો પાણી થી વંચિત રહી જાય છે.…
Read Moreરાજકોટ શહેર-જીલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસ શોધવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ૫૦ હજાર એન્ટીજન કીટનો ઓર્ડર આપવામાં આવ્યો
રાજકોટ, રાજકોટ શહેર-જીલ્લામાં ટેસ્ટીંગ ડબલ કરવાની સુચના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપ્યાની અમલવારી શરૂ કરવામાં આવી છે. આજથી રાજકોટ જીલ્લામાં ટેસ્ટીંગનું પ્રમાણ ડબલ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની મેરેથોન બેઠક મળી હતી. તેમાં શહેર માટે અલગથી એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તે મુજબ આજથી સરકારી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટેસ્ટીંગ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી એન્ટીજન કીટની ખરીદીનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. જીલ્લામાં કુલ.૫૦ હજાર જેટલી એન્ટીજન કીટ મંગાવવામાં આવી છે. અમદાવાદ અને સુરતે…
Read Moreકોરોના વાયરસ મહામારીના કારણે બકરી ઈદને લઇ દરેક જીલ્લામાં કલમ.૧૪૪ લગાવવાનો હાઇકોર્ટનો આદેશ
રાજકોટ, ગુજરાત-સહિત દેશભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે જાહેર મેવાડા થતા હોય તેવા તમામ ધાર્મિક તહેવારો કે પ્રસંગો ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકયો છે. આગામી બકરી ઈદ પર મોટા પ્રમાણમાં મુસ્લિમ ભાઈ બહેનો એકઠા થવાની સંભાવના હોય તેની જાહેરમાં ઉજવણી પર અને કતલખાના સંપૂર્ણ પણે બંધ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં બે જાહેર હિતની અરજી થઈ હતી. આ અરજીનાં અનુસંધાને રાજય સરકારે રજૂ કરેલી જવાબથી સંતુષ્ટ થઈને હાઈકોર્ટે બકરી ઈદ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે દરેક જીલ્લામાં કલમ.૧૪૪ લગાવવાનો આદેશ કર્યો…
Read Moreપાટણ ખાતે ખોડિયાર જવેલસ દ્વારા માર્ક્સનું વિતરણ
દિયોદર, પાટણ શહેર અને જિલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ત્યારે કોરોના ને રોકવા માટે સરકારી તંત્ર અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા કામ ગીરી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારના રોજ પાટણ ખાતે ખોડીયાર જવેલર્સ દ્વારા ખરીદી માટે આવતા તેમજ જરૂરિયાત મંદ લોકો ને 1000 માસ્ક વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખોડીયાર જવેલર્સ પાટણના ભરતભાઇ જોષી( સુરાણા), વિપુલભાઈ શાહ( કંબોઈ) દ્વારા ફી આ માસ્ક નું વિતરણ કરવામાં આવેલ. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreઆઈ સી ડી એસ સાખા દિયોદર દ્વારા 1થી 7 ઓગસ્ટ 2020 દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવાશે
દિયોદર, બાળકોમાં સ્તનપાનના મહત્વના કારણે ૧૯૯૨ થી વિશ્વભરમાં ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહને વર્લ્ડ બ્રેસ્ટ ફિડિગ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે.જેના ભાગરૂપે દિયોદર તાલુકામાં ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “સ્તનપાન નું સમર્થન કરીયે, તંદુરસ્ત વિશ્વના સર્જન માટે” થીમ આધારિત વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સપ્તાહ દરમિયાન ૧ થી ૭ ઓગસ્ટમાં માતા બનવાની શક્યતાવાળા બહેનોને સોશ્યલ અંતર સાથે તેમના ઘરે વ્રુક્ષા રોપણનુ આયોજન કરવામાં આવશે તેમજ સગર્ભા અને ધાત્રી માતાઓ સાથે ટેલિફોનીક સંવાદ કરીને પ્રસુતિ માટેની પુર્વ તૈયારી અને પેમ્પલેટ દ્વારા સ્તનપાન નું મહત્વ સમજાવશે. સપ્તાહ દરમિયાન ખૂબ સુંદર પ્રવુત્તિઓ કરવામાં આવશે.…
Read Moreદિયોદર પાલડી મીઠી ગામે થી સગીરા નું લગ્ન કરવાના ઇરાદે અપહરણ
દિયોદર દિયોદર તાલુકા ના પાલડી મીઠી ગામે એક 14 વર્ષ ની સગીરા ને લગ્ન કરવાના ઇરાદે સુઇગામ તાલુકા ના લીબુણી ગામ નો ઈસમ લલચાવી ફોસલાવી ભગાડી જતા પોલીસ મથક ખાતે અપહરણ ની ફરિયાદ નોંધાઈ છે. દિયોદર તાલુકા ના પાલડી મીઠી ગામે એક 14 વર્ષ ની સગીરા રાત્રી ના સમય પોતાના ના રહેઠાણ મકાન માં સૂતી હતી તે સમય સુઇગામ તાલુકા ના લીંબૂણી ગામે રહેતો ધનરાજ ગંગારામ ઠાકોર સગીરા ને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો, જેમાં સગીરા ના પરિવારજનો વહેલી સવારે જાગતા તેમની દીકરી જોવા ના મળતા…
Read More