જામનગર, જામનગર શહેરમાં કોરોના ના કેસ નો રાફડો ફાટી નીકળ્યો છે અને જાઈન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન દ્વારા માઘવ રાય મંદિર ની સામે ખંભાળીયા નાકા ની બહાર ‘જાઈન્ટ ગ્રુપ ઓફ ક્રાઉન’ જામનગર ના પ્રમુખ સુનિતાબેન પુંજાણી, ઉપપ્રમુખ હેમાબેન પુંજાણી, સેક્રેટરી શારદાબેન વિઝુડા, વાઈસ સેક્રેટરી હિનાબેન અગ્રાવત, બોર્ડ મેમ્બર પ્રવિણાબેન રૂપડીયા, નિકીતાબેન ભાવેશભાઇ દ્વારા આયુર્વેદ ઉકાળા ના પેકેટનું કુલ 125 નુ વિતરણ કરવામાં આવ્યું હતું. સુનિતાબેન પુંજાણી એ કહ્યું કે આજે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી લોકો ને આયુર્વેદ ઉકાળા ના પેકેટ થી કોરોના થી લડવા માટે રોગ પ્રતિરોઘક શકિત…
Read MoreDay: July 30, 2020
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર કારોબારીની બેઠક યોજાઈ
વાંકાનેર, વાંકાનેર ખાતે અત્રેની રામકૃષ્ણ તાલુકા શાળા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક સંઘવાંકાનેર કારોબારીની બેઠક બોલાવવામાં આવી સૌ પ્રથમ કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષે મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની નીતિરીતિ,ગતિ ગરિમાની સમજ આપી હતી,અશોકભાઈ સતાસીયા અધ્યક્ષ વાંકાનેર તાલુકા શૈક્ષિક સંઘે દરેક સભ્યોને ઉત્સાહ પૂર્વક સદસ્યતા અભિયાનમાં લાગી જવાની અને શિક્ષકોના હિતો માટે તત્પર રહેવાની હાકલ કરી હતી ત્યારબાદ નવનિયુક્ત ટી.પી.ઈ.ઓ. સી.સી.કાવરને સન્માનિત કરાયા હતા અને એમને પોતાના વક્તવ્યમાં શિક્ષકોના એકપણ પ્રશ્ન પેન્ડિંગ નહી રહે એવી ખાત્રી આપી હતી અંતમાં દિનેશભાઈ ડી.વડસોલા અધ્યક્ષ મોરબી જિલ્લા શૈક્ષિક સંઘે સૌને સાથે…
Read Moreથરાદ તાલુકાના મહાજન પુરા ગામમાં વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું…
થરાદ, થરાદ તાલુકાના મહાજનપુરા ગામ માં ધી દુધ મંડળી તરફ થી દુધ મંડળી ના ગ્રાહકો ને વૃક્ષો નું વીતરણ કરવામાં આવ્યું.. મહાજનપુરા ની ધી દુધ મંડળીના મંત્રી પ્રવીણભાઈ આસલ ના હસ્તે વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાજન પુરા ના ગામ જનો પણ હાજર રહ્યા હતાં. અતુલભાઈ ધુમડા, મસાભાઈ ધુમડા અને વસરામભાઇ જોષી, માજીરાણા કનુ ભાઈ, ધુમડા રામજીભાઈ હાજર રહી સોસિયલ ડિસ્ટન્સ જાળવી ને વૃક્ષો નું વીતરણ કરવામાં આવ્યું હતું.. રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ
Read Moreરાજકોટ શહેરમાં C.Mના કાફલામાં પ્રોટોકોલ તોડી રજૂઆત કરવા દોડેલા પેટ્રોલપંપના સંચાલકની અટકાયત
રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં પધારેલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો કાફલો એરપોર્ટથી સીધો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. સજ્જડ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પણ એક નાગરિક મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે. તેમ કહીને મુખ્યમંત્રીને રજૂઆત કરવા દોડયા હતા. જોકે મુખ્યમંત્રી સુધી પહોંચે એ પહેલાં જ ક્રાઇમબ્રાંચના P.I વી.કે.ગઢવી, P.S.I એસ.વી.સાખરા સહિતના સ્ટાફે તેને અટકાયતમાં લઇ લીધા હતા. પોલીસે અકાયતમાં લેવાયેલા નાગરિકની પૂછપરછ કરતા તેનું નામ અમિત જયંતીભાઇ માકડીયા મૂળ, ભાયાવદર, હાલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, રાજકોટ. હોવાનું જણાવ્યું હતું. અમીત માકડીયા વાંકનેરના મકનસર નજીક પેટ્રોલપંપ ધરાવે છે.…
Read Moreરાજ્ય સરકારે રાજ્યના 33 જિલ્લાઓમાં પણ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમ જાહેર કર્યા
રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓ ધ્વજવંદન કરશે. ધારાસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી ખેડા ખાતે અને કેબીનેટ મંત્રીઓને જીલ્લા ફાળવાયા છે. રાજકોટમાં પૂરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા, જામનગરમાં આર.સી.ફળદુ, અમદાવાદમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદમાં કૌશિકભાઈ પટેલ, બોટાદમાં સૌરભભાઈ પટેલ, સુરતમાં ગણપતભાઈ વસાવા, પાટણમાં દિલીપકુમાર ઠાકોર, તાપીમાં ઈશ્ર્વરભાઈ ચાવડા, સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઈ બાવળીયા અને જુનાગઢમાં જવાહરભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાશે. આ મુજબ રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ ગાંધીનગરમાં થશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ખાસ ઉપસ્થિત રહેશે અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધ્વજવંદન કરશે. તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ…
Read Moreરાજકોટ શહેર થી નાથદ્વારા, નારાયણ સરોવર અને કૃષ્ણનગર ની બસ સ્થગિત કરાઈ
રાજકોટ, રાજકોટ શહેર કોરોના મહામારીના કારણે ખાલીખમ બસો દોડી રહી હોવાથી જે રૂટ પર ટ્રાફિક નથી. તેવા રૂટની એસ.ટી બસો હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જેમાં રાજકોટથી નાથદ્વારા, નારાયણ સરોવર અને કૃષ્ણનગર ની બસ સ્થગિત કરાઈ છે. તેમજ બે લોકલ બસ પણ સ્થગિત કરવામાં આવી છે. અને ૩ લોકલ રૂટ ચાલુ કરવામાં આવ્યા છે. કોરોનાની અસર એસ.ટીમાં દેખાઈ રહી છે. અને બસો ટ્રાફિક નહીં મળતા ખાલીખમ દોડી રહી હોવાથી રાજકોટ ડીવીઝન દ્વારા રાજકોટ થી ૧:૦૦ કલાકની નાથદ્વારા, ૮ કલાકની નારાયણ સરોવર, ૧૪:૪૫ કલાકની કૃષ્ણનગર, ૭:૧૦ અને ૧૩:૦૦ કલાકની જીવાપર,…
Read Moreરાજકોટ શહેર મેડીકલ સ્ટોરમાં નોકરી અને કમ્પાઉન્ડના અનુભવથી ૨ વર્ષથી કલીનીક ચલાવતો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી
રાજકોટ, રાજકોટ શહેર રેલનગર માં છત્રપતી શિવાજી ટાઉનશીપ નજીક શૈલેષ વૃજલલ સુચક (ઉ.46) નામનો શખ્સ સ્નેહી ક્લિનિકનું બોર્ડ મારીને દર્દીઓની સારવાર કરતો હોવાની ક્રાઇમ બ્રાંચના અમિત અગ્રાવત, કુલદિપસિંહ જાડેજા અને પ્રદિપસિંહ જાડેજાને માહિતી મળી હતી. P.I વી.કે.ગઢવીએ આ અંગે P.S.I પી.એમ.ધાખડાને તપાસ સોંપી હતી. P.S.I ધાખડા, મદદનીશ મયુરભાઇ પટેલ સ્ટાફને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે દરોડા પાડ્યો હતો. ક્લિનિકમાં હાજર અને પોતાની ઓળખ ડોક્ટર શૈલેષ સુચક તરીકે આપનાર શખ્સ પાસેથી ડીગ્રી જોવા માંગતા તે ગેંગે ફેંફે થઇ ગયો હતો. વિશેષ પૂછપરછ કરતા બોગસ તબીબે એવી કબૂલાત આપી હતી કે પોતે મૂળ…
Read Moreરાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મનાક કરતી ઘટના. ઘરે સગીર વિદ્યાર્થિનીની એકલતાનો લાભ લઈ શિક્ષકે બળાત્કાર ગુજાર્યો
રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર રૈયા ટેલીફોન એક્ષેંજ પાસે રાજમણિ કોમ્પલેક્ષમાં અક્ષર ક્લાસિસ નામે ટ્યુશન ક્લાસ ચલાવતા ભવ્ય મનોજભાઈ કરાથીયાની સગીરા પર બળાત્કારના ગુનામાં યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી છે. શિક્ષકે સગીરાના ઘરે જઈ બે વખત દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની ધરપકડ કરી મહિલા પોલીસને આરોપી સોંપાયો છે. કોરોના રિપોર્ટ બાદ પૂછપરછ હાથ ધરાશે. પુરુષ વગરનું ઘર હોય માતા નોકરી પર હતી, ત્યારે શિક્ષકે ઘરમાં ઘૂસીને વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreદિયોદર તાલુકા ના જસાલી રેલવે ફાટક પર ટ્રેકટર ચડી ગયું જાન હાની ટળી
દિયોદર, દિયોદર તાલુકા ના જસાલી રેલવે સ્ટેશન પાસે આજે વહેલી સવારે એક ટ્રેકટર ચાલકે સ્ટિંગ પર કાબુ ગુમાવતા ટ્રેકટર રેલવે ટ્રક પર ચડી ગયું હતું જેમાં એક મોટી જાન હાની ટળી હતી. આજે દિયોદર ના જસાલી રેલ્વે સ્ટેશન પર એક ટ્રેકટર ટોલી માં રેતી ભરી ત્યાં થી પ્રસાર થઈ રહું હતું. જેમાં ટ્રેકટર ચાલકે સ્ટિંગ પર કાબુ ગુમાવતા ટ્રેકટર ફાટક પર ચડી ગયું હતું. જો કે આ સમય કોઈ ટ્રેન પસાર ના થતા મોટી જાન હાની ટળી ગઈ હતી. બાબતે રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ટ્રેકટર ને હટાવવામાં આવ્યું હતું.…
Read Moreગઢડા તાલુકા ના ઢસા જંકશન માં હાલ કોઈ કોરોના ના કેસ નથી તેની ખાસ નોંધ લેવી
ગઢડા, ઢસા તેમજ નારાયણ નગર પંચાયત નીચે આવેલ તમામ વિસ્તાર માં કોઈપણ જાત ના કોરોના પોઝિટિવ કેસ હાલ માં નથી તો તમામ ઢસા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર ના લોકોએ ગભરાવું નહિ પણ જયારે બહાર આવો અથવા ખરીદી માં આવો ત્યારે પોતાની સલામતી માટે સરકાર ની ગાઇડ લાઈન મુજબ આવું માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું જેની બધા એ ધ્યાન રાખવું ઢસા સરપંચ ભરતભાઈ કટારીયા તેમજ પંચાયત સ્ટાફ તેમજ ઢસા પી.એચ.સી ડો. ભાવેશભાઈ તેમજ પી.એચ.સી સ્ટાફ ઢસા પોલીસ પી.આઈ. ચૌધરી ભાઈ તેમજ પોલીસ સ્ટાફ તેમજ નારાયણ નગર ને લાગુ પડતું ચાવંડ…
Read More