પંચમહાલ જિલ્લાના શહેરા માં સમગ્ર મુસ્લિમ સમાજ તરફ થી ન્યૂઝ 18 ઇન્ડિયાના એંકર અમીષ દેવગન ના વિરુદ્ધ શહેરા પ્રાંતને રજુઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ

શેહરા,

રાજસ્થાન રાજ્યના અજમેર શરીફ મુકામે આજથી આશરે 800 વર્ષ પહેલા વિશ્વ પ્રસિધ્ધ સૂફી સંત ખ્વાજા મોઇનુદીન ચિશ્તી (રેહમતુલ્લાહ અલય્હે )સાહેબની દરગાહ આવેલી છે. તેમ છતા ન્યૂઝ 18 ઇન્ડિયા નામની ન્યૂઝ ચેનલ દ્વારા તથા તેમના એંકર અમીષ દેવગનના એ પબ્લીસીટી મેળવવા તેમજ ચેનલની ટી.આર.પી. વધારવા તથા પોતાને ઓછું જ્ઞાન છે તેવું બતાવવા અને પોતે ઇતિહાસ જણાવતા ના હોય અંખડ ભારત દેશ ઇતિહાસથી અજાણ હોય તે રીતે તા. 15/6/2020 ના રોજ 7:30 કલાકે લાઇવ ડિબેટ “આરપાર મે આજ સબસે નઈ બહસ” નામેં ડિબેટ નું આયોજન કર્યું હતું.

આ ડિબેટમાં જાણી જોઈને મુસ્લિમ ધર્મના વિશ્વ પ્રસિધ્ધ સૂફી સંત ખ્વાજા મોઇનુદીન ચિશ્તી (રેહમતુલ્લાહ અલય્હે ) સાહેબની દરગાહ અજમેર શરીફ વિષે ચેનલ એંકર અમીષ દેવગન ધ્વારા ” અકાંત ચિશ્તી લુટેરા ચિશ્તી આયા ઉસકે બાદ ધર્મ બદલે ” જેવા નિમ્ન કક્ષાના શબ્દોનો પ્રયોગ કરેલ છે. જેથી આ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ ડિબેટનું આયોજન પૂર્વ આયોજીત રીતે જાણી જોઈને મુસ્લિમ ધર્મના લોકોની લાગણી કોમી વેમનસ્ય ફેલાવવા બે કોમ વચ્ચે દુશમનાવટ ઉભી કરવાનું પ્રયત્ન કર્યો હતો.

રિપોર્ટર : તોફિક અન્સારી, શહેરા

Related posts

Leave a Comment