સુરત ખાતે સાંસ્કૃતિક રક્ષા સમિતીના અધ્યક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ

સુરત, સાંસ્કૃતિક રક્ષા સમિતીના અધ્યક્ષ આશિષ સૂર્યવંશી તથા અન્ય આગેવાનો હરીશભાઈ પાટીલ, પ્રફુલભાઈ કટિયારે, યોગેશભાઈ બોરસે, દિનેશભાઇ પાટીલ તરફથી સુરત મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટરને  એક આવેદનપત્ર પાઠવી જણાવેલ કે હાલમાં ચાલી રહેલ દશામાં માતાજીનો ઉત્સવ પૂર્ણ થવાના બે દિવસ બાકી છે. શહેરના ભક્તોજનોએ ધાર્મિક પરંપરાગત મુજબ આ વખતે પણ પોતાના ઘરમાં માતાજીની પ્રતિમાની સ્થાપના કરેલ છે અને તેના દશ દિવસ પુરા થતા તે મૂર્તિનું વિસર્જન નદી/તળાવ/દરિયામાં કરવાનું હોય છે. વિસર્જનના ફક્ત બે દિવસ બાકી રહ્યા છે જેથી શહેરીજનોની ધાર્મિક લાગણી દુભાઈ નહીં અને કોવિડ-19 ના નીતિ નિયમોનું ભંગ થાય…

Read More

રાજકોટ શહેરમાં એઇમ્સ બાદ કોરોના જેવી મહત્વની કામગીરી સંભાળતા સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાની જૂનાગઢ મેડિકલ કોલેજમાં બદલી 

રાજકોટ, રાજકોટ શહેરની મેડિકલ કોલેજમાં ડીન તરીકે મહત્વની ફરજ બજાવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.મનિષ મહેતાની આરોગ્ય વિભાગ દ્વારા અચાનક બદલીના કરેલા હુકમથી રાજકોટ જીલ્લામાં કોરોના માટે શરૂ થયેલા કપરા કાળ સમયે જ બદલી પાછળ કયું રાજકારણ કામ કરી ગયું તે અંગેની ચર્ચા સાથે એક ફરજ નિષ્ઠ વ્યક્તિને અન્યાયની સાથે સમગ્ર રાજકોટ જીલ્લાને અન્યાય કરવાની ભુંડી ભુમીકા ભજવી તે અંગે પણ થતી ચર્ચા સાથે પોતાના અંગત સ્વાર્થનું રાજકારણ રમનાર પર ફિટકાર વરસી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકેના છેલ્લા ૩ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ…

Read More

સમગ્ર રાજ્યમાં માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનારા સામે ૨૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ નો દંડ ફટકારવાનો નિર્ણય કર્યો  

રાજકોટ, રાજકોટ શહેર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી ૧ ઓગસ્ટથી આ નિર્ણય અમલી થશે. તેવી જાહેરાત કરી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે. અનલોક જાહેર કરવાની સાથે જ જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ દંડ પહેલા ૨૦૦ રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ માસ્ક ન પહેરી લોકો વારંવાર તેનો ભંગ કરતા હોવાથી સરકારે દંડમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે ૧ ઓગસ્ટથી તમે માસ્ક પહેર્યા વગર નીકળશો અથવા તો જાહેરમાં થૂંકશો તો તમારે…

Read More

વેરાવળ ના વિવાદિત ડો.આશિષ રામાવત વિરુદ્ધ છેતરપીંડી નો ગુન્હો નોંધાયો.

ગીર સોમનાથ,.. ગાંધીનગર ના વ્યક્તિ સાથે 15 લાખ ની છેતરપીંડી… ગાંધીનગર ના પૂંજાભાઈ બારડ ને વેરાવળ માં ટ્રોમા સેન્ટર ખોલી ભાગીદાર બનાવી 15 લાખ લીધેલા… બાદ માં ખોટી સહી કરી મશીનરી બારોબાર વેંચી મારી… પૂંજાભાઈ બારડ ની ફરિયાદ આધારે વેરાવળ પોલીસ માં નોંધાયો ગુન્હો.. પોલીસે છેતરપીંડી, ષડયંત્ર અંગે ipc 420, 120b સહિત ની કલમો અન્યવે તબીબ દંપતી સહિત પાંચ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો… ડો. આશિષ રામાવત તેમની પત્ની અર્ચના રામાવત, ભાઈ ડો જીગ્નેશ રામાવત, સુરત ના વિશાલ મકવાણા અને વડોદરા ના નરેશ શાહ વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધાઈ… વેરાવળ ના તબીબ આશિષ રામાવત…

Read More

દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ

દાહોદ, દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું નહોતું. ગ્રાહકોની ભીડ જોવા મળી હતી.ભીડ ના નિયંત્રિત કરવા માટે કોઈ પ્રકારની વ્યવસ્થા પણ નહોતી. આ બાબતે ધ્યાને લઈને આ દુકાનને સીલ મારી દેવામાં આવ્યું છે. રિપોર્ટર : વિજય બચાની, દાહોદ

Read More

સુઇગામ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ…….

ભાભર, બનાસકાંઠા સુઇગામ અને સુઇગામ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ થયો હતો, જેમાં સુઇગામ અને ગામડાઓમાં કોરોના વાયરસ ના દસ જેટલા કેસો નોંધાયા હતા. આમ આવી રીતે દસ જેટલા પોઝીટીવ કેસ નોંધાતા ગ્રામ્ય વિસ્તારના લોકો માં પણ ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો. જોકે સુઇગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ઉચોસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારી ઓ અને ડોક્ટરો દ્વારા અલગ અલગ જગ્યાએ પોઝીટીવ કેસો ને કોરોન્ટાઇન કરી ને કોરોના વાયરસ નુ સંક્રમણ આગળ ના વધે તે માટે સતત પ્રયત્નો કરવા માં આવી રહ્યા છે. રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Read More

દાહોદ નગરમાં કોરોના સંક્રમણને નાથવા ૩૩ ધન્વતંરિ રથ સાથે ૪૮ મેડીકલ ટીમની સઘન આરોગ્ય ઝુંબેશ નાગરિકો સામે ચાલીને આરોગ્ય તપાસણી કરાવે – કલેક્ટર વિજય ખરાડી

દાહોદ, દાહોદ નગરમાં કોરોના સંક્રમણને નાથવા માટે ૩૩ ધન્વતંરિ રથ સાથે ૪૮ મેડીકલ ટીમએ સપાટાભેર કામગીરીની શરૂઆત કરી દીધી છે. નગરમાં જયાં પણ કોરોના સંક્રમણના કેસોનો વ્યાપ વધુ છે ત્યાં મેડીકલ ટીમો દ્વારા સ્થળ પર જ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને રોકવા માટે વધુમાં વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી થાય તે જરૂરી છે. કોરોના સંક્રમણના શરૂના જ તબક્કામાં જ જાણ થઇ જાય તો અન્ય વ્યક્તિઓને સંક્રમણ થતા અટકાવી શકાય છે અને જે તે…

Read More

જોડીયા તાલુકાના લીંબુડા ગામે એક વૃદ્ધ ગાયનુ અવસાન થતાં તેની દફનવિધિ કરવામાં આવી

જોડિયા, આજ તા ૨૭-૭-૨૦ ના રોજ  જોડીયા તાલુકાના લીંબુડા ગામે એક વૃદ્ધ ગાયનુ અવસાન થતાં ગૌસેવાનાં ભેખધારી જયંતિભાઈ સોરઠીયા તથા બીપીનભાઈ સરપંચ અને સિંધાભાઈ ભરવાડ ગાયના ગોવાળ ના સહયોગથી જેસીબી થી ખાડો કરી ચુંદડી, અબિલ, ગુલાલ, કંકુ, ચોખા, સુપારી સાથે ધાર્મિક વિધિ સાથે અશ્રુભીની આંખે ગાયને વિદાય આપી અને દફનાવી સમાધિ આપી. જયંતિભાઈ સોરઠીયા હાલ જોડીયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવે છે તેમની ગૌસેવાથી ગ્રામજનો સંતુષ્ટ છે તેમ સરપંચ બિપીનભાઈ ની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

સુરત શહેર પોલીસ બંદોબસ્ત સાથે મહાનગર પાલિકાના અધિકારીઓ રસ્તા ઉપર દબાણ દૂર કરવામાં આવેલ

સુરત, સુરત શહેર પોલીસ બંદોબસ્ત સાથે મહાનગર પાલિકાના અધિકારીઓ રસ્તા ઉપર દબાણ દૂર કરવામાં આવેલ. સુરત મહાનગર પાલિકાના smc દબાણ ખાતા અને લારીવાળાઓ વચ્ચે ઘર્ષણ અને હાથાપાઇ થઈ, ઘર્ષણ દરમિયાન શીતલ ચાર રસ્તા પર પુલ ઉપરથી પૂલની નીચે લારીઓ ફેકતા દ્રશ્યો સામે જોવા મળેલ છે. રસ્તાની ઉપર શાકભાજી અને ફળોની રેલમછેલ થઈ હતી. લારી વાળાઓ  અને આમ જનતા મળી ને મહાનગરપાલિકાના ના અધિકારીઓ ને પીછેહઠ કરાવતા નજરે પડે છે. સાથે પોતાના હાથથી લારીઓ ટેમ્પોમાંથી ઉતારી ને પોતાની લારીઓ લઈ જઈ રહ્યા હતા. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

રાજકોટ શહેર ચાલુ બાઈકે ચકકર આવતા પોલીસ જવાન સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાતાં મોત

રાજકોટ, રાજકોટ શહેર વાંકાનેરના વતની અને હાલ પોલીસ હેડ કર્વાટરમાં મારૂતિનગર પોલીસ લાઈનમાં રહેતા એમ.ટી.વિભાગના હેડ કોન્સ. અશ્ર્વિનભાઈ પોપટભાઈ મદ્રેસણીયા (ઉ.૫૨) ગાંધીગ્રામ પોલીસ મથકમાં P.I ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. આજે તેઓ નોકરી ઉપર હતા. ત્યારે તબિયત બગડતાં તેઓ P.I ની રજા લઈ સિવિલ હોસ્પિટલે દવા લેવા પોતાના બાઈક ઉપર નિકળ્યા હતા. દરમિયાન એરપોર્ટ ફાટક નજીક અભિલાષા સોસાયટી પાસે પહોંચતા ચાલુ બાઈકે ચકકર આવતા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક દિવાલ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અશ્ર્વિનભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ…

Read More