રાજકોટ,
રાજકોટ શહેરની મેડિકલ કોલેજમાં ડીન તરીકે મહત્વની ફરજ બજાવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક તરીકે ફરજ બજાવતા ડો.મનિષ મહેતાની આરોગ્ય વિભાગ દ્વારા અચાનક બદલીના કરેલા હુકમથી રાજકોટ જીલ્લામાં કોરોના માટે શરૂ થયેલા કપરા કાળ સમયે જ બદલી પાછળ કયું રાજકારણ કામ કરી ગયું તે અંગેની ચર્ચા સાથે એક ફરજ નિષ્ઠ વ્યક્તિને અન્યાયની સાથે સમગ્ર રાજકોટ જીલ્લાને અન્યાય કરવાની ભુંડી ભુમીકા ભજવી તે અંગે પણ થતી ચર્ચા સાથે પોતાના અંગત સ્વાર્થનું રાજકારણ રમનાર પર ફિટકાર વરસી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક તરીકેના છેલ્લા ૩ વર્ષના તેમના કાર્યકાળ દરમિયાન તેઓએ રાજકોટની હોસ્પિટલમાં P.M.S.S.Y એટલે કે સુપર સ્પેશ્યાલિસ્ટ વોર્ડ શરૂ કર્યો, મેટર ચાઇલ્ડ હેલ્થ હોસ્પિટલનું ખાત મુર્હત કર્યુ, કે.ટી.ચીલ્ડ્રનમાં ઓબી I.C.U શરૂ કરાવ્યું, નેશનલ ગાઇડ લાઇન મુજબ ‘લક્ષ્ય’ લેબર રૂમ કાર્યરત કરાવ્યા નવી બિલ્ડીંગમાં અતિઆધૂનિક અને ડબલ કેપેસિટી સાથે ડાયાલિસીસ વિભાગ શરૂ કરાવી સૌરાષ્ટ્રભરના કીડનીના દર્દીની મોંઘી સારવાર નિશુલ્ક બનાવી આર્શિવાદ મેળવ્યા છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ