સુરત ખાતે સાંસ્કૃતિક રક્ષા સમિતીના અધ્યક્ષ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ

સુરત,

સાંસ્કૃતિક રક્ષા સમિતીના અધ્યક્ષ આશિષ સૂર્યવંશી તથા અન્ય આગેવાનો હરીશભાઈ પાટીલ, પ્રફુલભાઈ કટિયારે, યોગેશભાઈ બોરસે, દિનેશભાઇ પાટીલ તરફથી સુરત મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટરને  એક આવેદનપત્ર પાઠવી જણાવેલ કે હાલમાં ચાલી રહેલ દશામાં માતાજીનો ઉત્સવ પૂર્ણ થવાના બે દિવસ બાકી છે. શહેરના ભક્તોજનોએ ધાર્મિક પરંપરાગત મુજબ આ વખતે પણ પોતાના ઘરમાં માતાજીની પ્રતિમાની સ્થાપના કરેલ છે અને તેના દશ દિવસ પુરા થતા તે મૂર્તિનું વિસર્જન નદી/તળાવ/દરિયામાં કરવાનું હોય છે. વિસર્જનના ફક્ત બે દિવસ બાકી રહ્યા છે જેથી શહેરીજનોની ધાર્મિક લાગણી દુભાઈ નહીં અને કોવિડ-19 ના નીતિ નિયમોનું ભંગ થાય નહીં તે મુજબ કુત્રિમ તળાવની વ્યવસ્થા ઝોન વાઇસ અલગ-અલગ વિસ્તારમાં કરી આપવામાં આવે જો તે શક્ય નહીં હોય તો નદી/દરિયામાં વિસર્જન કરવાની પરવાનગી આપવામાં આવે તેની જલદીથી જાહેરાત કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ સહિત એક આવેદનપત્ર  આપવામાં આવેલ

રિપોર્ટર : દિનેશ પાટીલ, સુરત

Related posts

Leave a Comment