જોડિયા પો.સ્ટે.ની હદમાં જોડિયા તાલુકાના બેરાજા ગામમાં એક વ્યક્તિ એ પોતાના હાથે ગળાફાસો ખાઈને આપઘાત કર્યો હતો…

જોડિયા, જામનગર જિલ્લાના અને તાલુકાના તમાચણ ગામ ના દેવરાજભાઈ સવાભાઈ વરુ તા.04 ના રોજ પોતાના હાથે ગળા ફાસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મરણ જનાર વ્યક્તિ દેવરાજભાઈ ની આર્થિક પરીસ્થિતિ નબળી હોય અને તેઓ છેલ્લા ઘણા સમયથી ટેન્સન માં રહેતા હતા. જેથી તેમના મનમાં લાગી આવતા આ પગલું ભર્યું છે. તેઓના ઘરમાં કોઈ કજીયો કે કકાસ નથી અને તે સિવાય બીજું કોઈ કારણ નથી. મરણ જનાર ના ફરિયાદ તમાચણ ગામના ગગુભાઈ જીવાભાઈ મારુ એ જોડિયા પો.સ્ટે.માં ફરિયાદ કરી હતી. જો.પો. સ્ટેના.પી.એસ.ઓ.ભગીરથ સિંહ એ.જાડેજા હેડ કોસ્ટે. દાખલ કરી હતી. તપાસ કરનાર હેડ.કોસ્ટે.…

Read More

જામનગર જિલ્લાના જોડિયા ઉડ નદી માં રેતી ચોરી કરવા જતાં ઈસમો ને રેતી ચોરી કરે તે પહેલા જ 8 ટ્રેક્ટરો ને પકડી પાડતી જોડિયા પોલીસ…

જામનગર, જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શરદ સિંઘલની સૂચના મુજબ તથા જામ..ગ્રામ્ય ના નાયબ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન મુજબ જોડિયા વિસ્તારમાં ચાલતી રેતી ચોરી અટકાવવા સૂચના થયેલ હોય. જે અનુસંધાને જોડિયા પો.સ.ઇ. એસ.વી.રામાણી તા.03 ના રાત્રી ના આણદા, કુનડ, જોડિયા ઉડ નદી વિસ્તારમાં પેટ્રોલિગમાં હતા. તે દરમિયાન ઉડ નદી વિસ્તારમાં રેતી ચોરી કરવા જતા ઈસમો ને રેતી ચોરી કરે તે પહેલાં જ પકડી પાડી કુલ 8 ટ્રેક્ટર ચાલકોને પકડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

ખેડબ્રહ્મામાં ખાતર લેવા  આવેલ સરદાર ડેપો પર સોશ્યલ ડિસ્ટન્સ ઉડ્યા ધજાગરા

ખેડબ્રહ્મા, કોરોના મહામારી એ કપરો કાળ બન્યો છે, ત્યારે ખેડબ્રહ્મામાં સરદાર ચોક વિસ્તારમાં આવેલ સરદાર ડેપો ત્યાં આજુબાજુ માં આવેલ ગામડાના લોકો ત્યાં ખાતર લેવા માટે સવારે આઠ વાગ્યા થી લાઈનો લગાડી ઉભા રહે છે પણ ડેપો દ્વારા કોઈ પણ પ્રકારનું સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવા માં આવ્યું નથી. જ્યારે ત્યાં લાબી લાઈનો લાગી છે જ્યારે ત્યાં રોડ પર ટ્રાફિક જામ અને આજુબાજુ માં આવેલ અનેક દુકાનો ને અધકળ મુશ્કેલી નો સામનો કરવો પડે છે.   રિપોર્ટર: ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા

Read More