લાઠી તાલુકામાં આવેલ નારાયણ નગર માં 2 પોઝિટિવ કેસ આવ્યા

લાઠી તાલુકામાં આવેલ નારાયણ નગર માં 2 પોઝિટિવ કેસ આવ્યા

લાઠી, લાઠી તાલુકામાં આવેલ નારાયણ નગર (ઢસા જં. ) માં 2 પોઝિટિવ કેસ આવ્યા લાઠી તાલુકાના નારાયણનગર પંચાયત ની નીચે આવેલ બે અલગ અલગ વિસ્તાર 2 પોઝિટિવ કેસ આવતા ચાવંડ phc તેમજ દામનગર પોલીસ તેમજ નારાયણ નગર પંચાયત ના તમામ કર્મચારી તંત્ર તાત્કાલિક અમુક વિસ્તાર સીલ કર્યા તેમજ સેનેટઇજાર કરવામાં આવ્યા દર્દી નું નામ જેન્તીભાઇ ડાયાભાઇ ભટ્ટ ઉંમર 41 જનતા સોસાયટી, 2.વસંતબેન મનસુખભાઇ ઉંમર 41 ચામુંડા નગર આ કામગીરી માં તંત્ર માં દોડધામ વધવા લાગી છે.

Read More

માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે યુસુફભાઈ પટેલની ફરીથી બિનહરિફ વરણી

માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ પદે યુસુફભાઈ પટેલની ફરીથી બિનહરિફ વરણી

માંગરોળ, જૂનાગઢ જિલ્લાના માંગરોળ સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો ની બેઠક આજરોજ માંગરોળ ઘાંચી જમાતખાના હોલ ખાતે મો.અયયુબ બીચારાની અધ્યક્ષતામા મળી હતી. આ બેઠકમાં નવનિયુક્ત આગેવાનો દ્વારા સમાજના પ્રમુખપદે બિનહરીફ રીતે યુસુફભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. યુસુફભાઈ પટેલ આઠમી વખત સમગ્ર મુસ્લિમ ઘાંચી સમાજના પ્રમુખ બન્યા છે. ઘાંચી જમાતના ઉપ્રમુખ પદે મો.હુસેન ઝાલા, સેક્રેટરી તરીકે હાજી હારુન કોતલ અને જોઈન સેક્રેટરી તરીકે હાફિઝ આહમદ હાજીબાની નિમણુંક કરવામાં આવી હતી. ઘાંચી જમાતખાના હોલ માં યોજાયેલ નવનિયુક્ત આગેવાનો દ્વારા તમામ હોદ્દેદારો ની નિમણુંક બિનહરીફ 2020 થી 2023 સુધી કરવામા આવી હતી….

Read More

રાજકોટ શહેર મહાનગરપાલિકામાં ગઈકાલે સાંજે ટાઉન પ્લાનીંગ કમિટીની એક બેઠક મળી

રાજકોટ શહેર મહાનગરપાલિકામાં ગઈકાલે સાંજે ટાઉન પ્લાનીંગ કમિટીની એક બેઠક મળી

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સાંજે ચેરમેન અનિતાબેન ગોસ્વામીનાં અધ્યક્ષ સ્થાને મહાપાલિકામાં ટીપી કમિટીની એક બેઠક મળી હતી. જેમાં અલગ-અલગ ૩ દરખાસ્તો મંજુરી અર્થે રજુ કરવામાં આવી હતી. ટીપી સ્કીમ નં.૮ (મવડી)નાં રેવન્યુ સર્વે નં.૧૫૫ પૈકીનાં મુળ ખંડ નં.૧૯, આખરી ખંડ નં.૧૯/૩ને હેતુફેર કરી રહેણાંક વેચાણ કરવાનો હતો. આ પ્લોટનું ક્ષેત્રફળ ૧૩૦૧ ચો.મી.નું હતું. અને આ પ્લોટ અગાઉ ૧૫૦ ફુટ રીંગ રોડ નિકળતા જે આસામીની જમીન કપાતમાં ગઈ હતી. તેનાં બદલામાં તેને જે જમીન ફાળવવામાં આવી હતી. તેના પર હાલ દબાણ ખડકાયા છે. ટુંકમાં દબાણગ્રસ્ત જમીન મહાપાલિકા…

Read More

ગઢડા તાલુકાના ઢસા જં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો  માં વરસાદ

ગઢડા તાલુકાના ઢસા જં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો  માં વરસાદ

ગઢડા,   હમણાં થોડાક સમય થી વરસાદ નો વિલંબ થઈ ગયો હતો તો આવા સમય માં   ખેડૂતોએ જે જમીન માં વાવેલ અલગ અલગ છોડવાઓ સુકાય જાવાની તૈયારી માં હતા. એવામાં અચાનક વરસાદ વરસતા ખેડૂતો તેમજ લોકો માં ખુશી જોવા મળી હતી અને ઢસા ગામ આવેલ ખોડિયાર મંદિર જે ઢશિયો નદી કહેવાય છે ત્યાં બાજુમાં આવેલ ખોડિયાર મંદિરે સરકાર ની ગાઈડલાઈન મુજબ આ વર્ષે લાપસી ટૂંકમાં કરીને થાળ ધરી હતી આ આયોજન દર વર્ષે આખા ઢસા ગામ માંથી ઘઉં ઉઘરાવીને ખવરાવતા હતા અને આ પરમ્પરા ઘણા વર્ષો પેલા ઢસા માં વરસાદ…

Read More

રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલ આશરે ૪૦ વર્ષ જુનો પાણીનો ટાંકો મહાનગરપાલિકા દ્વારા પાડવામાં આવ્યો

રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આવેલ આશરે ૪૦ વર્ષ જુનો પાણીનો ટાંકો મહાનગરપાલિકા દ્વારા પાડવામાં આવ્યો

રાજકોટ,   રાજકોટ શહેરમાં વોર્ડનં.૧૨ ના વાવડી વિસ્તારમાં આશરે ૪૦ વર્ષ જુનો પાણીનો ટાંકો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાડવામાં આવ્યો હતો. આ ESR પાણીનો ટાંકો અતિશય ભયગ્રસ્ત હાલતમાં હોવાથી મનપા દ્વારા J.C.B ની મદદથી પાડવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાને જાણ કર્યા બાદ મનપાની ટીમ સાઈટ વિઝીટ માટે ગયેલ ત્યારબાદ ખરેખર ટાંકાની હાલત ભયગ્રસ્ત હોવાનું જણાયું હતું. ભવિષ્યમાં કોઇ અકસ્માત ન થાય તે બાબતની અગમચેતી રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જ આ ટાંકાને દુર કરવામાં આવ્યો હતો.   રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેર જેલમાં છેલ્લા ૬ મહિનામાં અનેક વખત મોબાઈલ મળવાની ઘટનાઓ સામે આવી છે

રાજકોટ શહેર જેલમાં છેલ્લા ૬ મહિનામાં અનેક વખત મોબાઈલ મળવાની ઘટનાઓ સામે આવી છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સેન્ટ્રલ જેલમાંથી જડતી દરમિયાન ૨ મોબાઈલ ફોન અને ૧ ચાર્જર મળી આવ્યા છે. રાજકોટ શહેર સેન્ટ્રેલ જેલમાંથી આ પહેલા પણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. રાજકોટ સેન્ટ્રેલ જેલમાં હત્યાના ગુનામાં જેલમાં રહેલા સાવંત ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા નામના કેદી પાસેથી ફોન મળી આવ્યો છે. અન્ય એક ફોન બાથરૂમની દીવાલમાં ઉપરના ભાગે ચાર્જીંગ રાખેલ હાલતમાં મળી આવ્યો હતો. રાજકોટ જીલ્લા જેલમાંથી અવાર-નવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોય છે. મોબાઈલ, તમાકુ, બીડી, સિગરેટ વગેરેના પાર્સલ કરેલા દડાના ઘા પણ અનેકવાર આવતા હોય છે. ત્યારે…

Read More

રાજકોટ શહેર સહિત રાજયભરમાં ચીની બનાવટના માલનો બહિષ્કાર કરવાની લોકલાગણી બની છે

રાજકોટ શહેર સહિત રાજયભરમાં ચીની બનાવટના માલનો બહિષ્કાર કરવાની લોકલાગણી બની છે

રાજકોટ,   રાજકોટ શહેર તા.૨૬.૬.૨૦૨૦ ના રોજ ભારત અને ચીન વચ્ચે લશ્કરી સંઘર્ષને પગલે રાજકોટ સહિત રાજયભરમાં ચીની બનાવટના માલનો બહિષ્કાર કરવાની લોકલાગણી બળવતર બની છે. રાજકોટમાં દેશપ્રેમની લહેર અને ચાઈના ચીજોના બહિષ્કારની રીટેઈલ અને હોલસેલના વેપારીઓને જે માલ સ્ટોકમાં પડયો છે. તેના વેચાણની ચિંતા છે. લોકડાઉન માંડ ખુલ્યુ અને નુક્સાનની રીક્વરી થાય તે પહેલા જ ચાઈના માલમાં નુક્સાન વેઠવાની નોબત આવી છે. વેપારીઓનો સૂર છે કે બે મહિના ધંધા બંધ હતા. અને હવે બધુ ખુલી રહ્યું છે. તો અગાઉ ખરીદીને હાથમાં રાખેલો માલ ક્યાં નાખવો. સરકાર શું ન વેંચાયેલા…

Read More

રાજકોટ શહેરમાં રીક્ષાગેંગ ત્રિપુટીએ ૭ જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

રાજકોટ શહેરમાં રીક્ષાગેંગ ત્રિપુટીએ ૭ જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં લૂંટફાટ અને ચોરીના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રાજકોટ પ્રહલાદ પ્લોટમાં રહેતા એક વૃદ્ધાને મફતમાં રીક્ષામાં બેસાડી તેના હાથમાં પહેરેલી ૩૦ હજારની સોનાની બંગડીની ચોરી થઈ હોવાની ઘટના બની હતી. આ મામલે ભોગ બનનાર વસુમતિબેન અરૂણકાંત કોઠારી ઉ.૬૪ એ ત્રણ અજાણ્યા શખ્સ અને એક મહિલા વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આજે રીક્ષાગેંગ ત્રિપુટી સુનીલ ઉર્ફ ચંદુભાઈ ચુડાસમા, નરેશ ઉર્ફ ઝીણી બાબુભાઈ દુઘરેજીયા અને રેખાબેન વિજયભાઈ સોલંકીની ધરપકડ કરી છે. જ્યારે ૨ આરોપી પોલીસ પકડથી દૂર છે. પોલીસે ૪૦…

Read More

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળા નો વિદ્યાર્થી જવાહર નવોદય પરીક્ષા માં પાસ થયો

જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળા નો વિદ્યાર્થી જવાહર નવોદય પરીક્ષા માં પાસ થયો

જોડિયા, જોડિયા તાલુકા ની નેસડા પ્રાથમિક શાળા માં ધો-5 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી મકવાણા કૌશલ અશોકભાઇ જવાહર નવોદય પરીક્ષામાં ઉતિર્ણય થયો. જેમને શાળા પરિવાર , ગામ અને સમાજ તથા પોતાના પરિવાર નું ગૌરવ વધાર્યું છે. બાળક ની મહેનત તેમનો ઉત્સાહ,ખંત, ધગશ,અને દ્રઢ નિર્ણય શક્તિ  મહત્વની ભૂમિકા ભજવેલ તેમની મહેનત ને શાળા ના આચાર્ય ભાવેશભાઈ પનારાએ બિરદાવી  અને પુસ્તક દ્વારા સન્માન કરી શાળા પરિવાર વતી શુભકામના આપેલ અને ભવિષ્યમાં પણ વધુ પ્રગતિ કરવા શુભકામના આપેલ. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

 જૂનાગઢ નજીક વંથલી ખાતે જી.આર.ડી. સભ્યોની તાલીમ પૂર્ણ થતા શપથવિધિ યોજાઈ

 જૂનાગઢ નજીક વંથલી ખાતે જી.આર.ડી. સભ્યોની તાલીમ પૂર્ણ થતા શપથવિધિ યોજાઈ

વંથલી, જૂનાગઢ નજીક વંથલી ખાતે વિવેકાનંદ ગુરુકુલ હાઈસ્કૂલ ખાતે જી.આર.ડી. સભ્યોની 15 દિવસીય તાલીમ યોજાઈ હતી. આજરોજ તાલીમ પૂર્ણ થતા શપથવિધિ યોજાઈ હતી. જેમાં 151 સભ્યો હાજર રહયા હતા. આ પ્રસંગે ડી.વાય.એસ. પી. કેશોદ જે.બી.ગઢવી, વંથલી પી. એસ. આઈ. બી. કે. ચાવડા, જિલ્લા માનદ અધિકારી જી.આર. ડી. જગદીશભાઈ કંડોરીયા, જી.આર.ડી. પી.એસ. આઈ. જે.કે. ત્રિવેદી, વંથલી તથા વંથલી મહિલા એ. એસ. આઈ. ચંદ્રાવલીબેન ગઢવી, પો. કો. રવિભાઈ પરમાર અને તા. મા.અ. કાંતિભાઈ મણવર હાજર રહ્યા હતા.

Read More