અમરેલી, ધારી ના ભાડેર ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્ર દ્વરા કન્ટેમેન્ટ જાહેર, ધારી તાલુકાના ભાડેર ગામે કોરોના નો કેસ પોઝીટીવ કેસ નોંધાતા કલેકટર દ્વારા તે વિસ્તારને કન્ટેમેન્ટ જાહેરની પ્રતિબંધ મૂક્યો, ભાડેર ગામે કન્ટેમેન્ટ જોન જાહેર કરીને કંટ્રોલ રુમ ઊભો કર્યો, ધારી મામલતદાર પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી PSI સહિતના અધિકારીઓ મુલાકાત લીઘી, ધારી ના ભાડેર ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય દ્વારા પણ સર્વે કામગીરી હાથ ધરી. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read MoreDay: June 12, 2020
ખેડબ્રહ્મામાં આમ આદમી પાર્ટી દ્વારા ગુટકાની કાળા બજાર સામે નાયબ કલેકટર ને આવેદનપત્ર
ખેડબ્રહ્મા, આજરોજ ખેડબ્રહ્મા આમ આદમી પાર્ટીના કાર્યકરો માં તાલુકા પ્રમુખ શિરીષ ત્રિવેદી, શહેર પ્રમુખ નિકુંજ જોષી, નયનભાઈ મોદી તથા બીજા અન્ય કાર્યકરો દ્વારા ખેડબ્રહ્મામાં ચાલતા તમાકુ અને ગુટખા ના કાળાબજાર કરનાર સામે લાલ આંખ કરી તાલુકા ના પ્રાંત અધિકારી કૌશિકભાઈ મોદીને આવેદનપત્ર આપવામાં આવ્યું. રિપોર્ટર : ઋત્વિક પટેલ, ખેડબ્રહ્મા
Read Moreગઢડા તાલુકા ના ઢસા જં.માં SBI બેંક ના ATM બંધ હાલતમાં જોવા મળ્યાં
ગઢડા, ઢસા જં માં આવેલ S.T. ડેપો સામે SBI બેંક નું ATM આવેલ છે. હાલ માં શટર બંધ હાલત માં જોવા મળી રહ્યું છે સાથે ATM ના CCTV ફૂટેજ થી પણ સારી અવસ્થામાં નથી જેથી બેંક વિભાગ દ્વારા જે આ વિભાગ માં આવતા CCTV કાયદેસર રીતે ફરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવા લોકમાંગણી છે. જેમાં ઢસા ના ગ્રામજનો ને અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો ને ATM બંધ રહેવાથી હાલાકી ભોગવી રહેલ છે અને ઘણા સમયથી CCTV બંધ હાલત માં છે, ઘણી વાર ATM શટર ખુલ્લું હોય પણ પૈસા નો હોય અથવા…
Read Moreરાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને ટોસિલીઝુમેબ ઇન્જેક્શન સફળ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જણાયું છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલે ટોસિલીઝુમેબ ઇન્જેક્શનનો સારવારમાં ઉપયોગ કરીને ૭૧ વર્ષીય મુસાભાઈ જીવાભાઈ ને યોગ્ય પ્રકારની સઘન સારવાર આપી સફળતા પ્રાપ્ત કરી છે. તેમ રાજકોટની પી.ડી યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા જણાવાયું છે. મુસાભાઈ કોવિડ-૧૯ની ઘાતક બીમારીમાંથી ૨૦ દિવસે મુક્ત થયા છે. કોવિડ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના એનેસ્થેસિયોલોજીસ્ટ ચેતનાબેન જાડેજાએ કેસ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મુસાભાઈ ડાયાબિટીસ તેમજ બ્લડપ્રેશરના દર્દી છે. અને કોવિડ-૧૯ના કારણે તેમનાં ફેફસાને પણ ઘણું નુકસાન પહોચ્યું હતું. જેના લીધે તેમને…
Read Moreમેલેરિયા નાબૂદીના અભિયાનમાં સહભાગી બનવા ડીડીઓનું તમામ સરપંચોને આહ્વાન
દાહોદ, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે જિલ્લાના તમામ સરપંચોએ એક પત્ર પાઠવી મેલેરિયા સામેની લડાઇમાં સહભાગી બવ્નવા આહ્વાન કર્યું છે. તેમણે આ પત્રમાં મેલેરિયાને દાહોદમાંથી દેશવટો આપવા સાથે તકેદારી રાખવા જણાવ્યું છે. રાજે સરપંચોને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મેલેરિયા એ દેશની એક ગંભીર સમસ્યા છે. આ સમસ્યા માટે મચ્છર જવાબદાર છે. કારણ કે મેલેરિયા મચ્છરથી જ ફેલાય છે. પરંતુ આજ દિન સુધી આપણે એના પ્રત્યે ગંભીરતા દાખવી નથી. મેલેરિયા આપણા દેશને સૌથી વધુ આર્થિક તેમજ શારીરિક નુકશાન પહોચાડી રહેલ છે. જેને કાબુમાં લેવો એ સમાજના તમામની જવાબદારી…
Read Moreદાહોદમાં કોરોના વાયરસના એક દર્દી સાજા થતાં રજા અપાઇ
દાહોદ તા 12 દાહોદની ઝાયડ્સ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના વાયરસના વધુ એક દર્દીને આજે રજા આપવામાં આવી હતી. દાહોદમાં હવે એક્ટિવ કેસની સંખ્યા ૧૦ રહી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૪૫ વર્ષિય ભાતુભાઈ દિતિયાભાઈ ભૂરિયા કોરોના વાયરસથી મુક્ત થતાં રજા આપવામાં આવી હતી. કોરોના વાયરસની સઘન સારવાર હેઠળ હતા. ત્યાર બાદ તેમને કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. તેઓ કોરોનાથી મુક્ત થતાં આ એક દર્દીને કોવિડ કેર સેન્ટર ખાતેથી વિદાય આપવામાં આવી હતી, તમામ સ્ટાફ એ તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપવામાં આવી હતી. રિપોર્ટર…
Read Moreમોરબી જિલ્લા ખાતે હોસ્પિટલ માં નર્સિંગ ઓફિસર ની ફરજ બજાવતા રાહુલ કનુભાઈ રાયકાને પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યું
મોરબી, ગોપાલક રચનાત્મક સમિતિ (ગોરસ) રબારી સમાજ મોરબી જિલ્લા દ્રારા હોસ્પિટલ માં નર્સિંગ ઓફિસર ની ફરજ બજાવતા એવા રાહુલ કનુભાઈ રાયકા કે જેઓએ કોરોના જેવી વૈસ્વિક મહામારી મા પોતાની તેમજ પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર દેશ હિત માટે નિષ્ટાપૂર્વક સેવા ફરજ બજાવી છે, તેઓની ઉત્તમ પ્રજાલક્ષી કામગીરી કરવા બદલ મોરબી જિલ્લા ગોરસ સમિતિ દ્વારા રાહુલભાઈ એ કરેલ સેવાકાર્ય ને પ્રસંશનીય સન્માન પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવેલ છે. રિપોર્ટર : વિનોદ બાંભવા, મોરબી
Read Moreરાજકોટ શહેરના ત્રંબા ગામ ખાતે આવેલ કસ્તુરબા આશ્રમમાં ૧૪૦ મંદબુદ્ધિજીવીઓને ભોજન પ્રદાન કરતા સમાજ સેવા કેન્દ્રના સોનલબેન ડાંગરિયા
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના ગઈકાલે તા.૧૦.૬.૨૦૨૦ ના બુધવારે પોલીસ સમન્વય ન્યુઝ. રાજકોટ/જામનગર મહિલા અધ્યક્ષ તરીકે ફરજ અદા કરતા અને રાજકોટની લોકપ્રીય સેવાકીય સંસ્થા એટલે સમાજ સેવા કેન્દ્રના સોનલ ડાંગરિયાના માર્ગદર્શન હેઠળ જીલ્લા અગ્રગણી બિલ્ડર હસુ ભંડેરી અને દિપક બાલસરા નાઓના સહયોગથી કસ્તુરબા આશ્રમમાં મંદબુદ્ધિજીવીઓને સ્વાદિષ્ટ ભોજન અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ સેવા કેન્દ્રના વોલેનટિયર્સ રવિરાજ નિરંજની, મયુર શીંગાળા, જીગ્નેશ ટીલારા અને આરતી કુંડારિયા, પારૂલ સાવલિયા દ્વારા આશ્રમ ખાતે સંસ્થાપક ધીરૂભાઇ કોરાટની ઉપસ્થિતિમા મંદબુદ્ધિજીવી અન્નાર્થીઓને સ્વાદિષ્ટ અને સુપાચ્ય ભોજન પીરસાયું હતું. શ્રી.મતિ સોનલ ડાંગરિયા દ્વારા વિવિધ સમાજ…
Read Moreરાજકોટ શહેર જીલ્લામાં બહારથી આવતા લોકો ખતરારૂપ સાબીત થઇ રહ્યા છે. મોટાભાગના કેસો આવા લોકોના સામે આવી રહ્યા છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં કોરોનાના પોઝિટીવ કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જો કે મોટાભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓ અમદાવાદ કે અન્ય રાજયની ટ્રાવેલ હિસ્ટી ધરાવતા હોય છે. તે માટે સ્પષ્ટ પણે કહી શકાય કે બહારથી આવતા લોકો જીલ્લા માટે ખતરારૂપ બન્યા છે. આ ખતરાને ટાળવા કલેકટર દ્વારા પગલા લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ અંગે જીલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું કે રાજકોટ જીલ્લામાં બહારથી કોરોનાનો ચેપ પ્રસરતો અટકે તે માટે જીલ્લા પોલીસ વડા અને શહેર પોલીસ કમિશનર સાથે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. જરૂર પડયે સમગ્ર જીલ્લામાં…
Read Moreરાજકોટ શહેર કુવાડાવ રોડ પો.સ્ટે.ની દુર્ગાશક્તિ ટિમ દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાને તેના પતિને સોપવામાં આવેલ છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ મહિલા અભ્યમ ૧૮૧ વાળાઓ દ્વારા પટેલ વિહાર હોટલ પાસેથી એક મહિલાને લઈ અત્રે કુવાડવા રોડ પોલીસ સ્ટેશને સોંપેલ હોય. મહિલા જેઓએ માનસિક અસ્વસ્થ હોય અને પોતે પોતાના ઘરેથી મહેમદાબાદ ખાતેથી ત્રણેક દિવસ પહેલા નીકળી ગયેલ હતી. અને આ વિસ્તારમાં વાહનમાં આવી ગયેલ હોય. જેથી અમે મહિલાના પતિના નામ સરનામાની વિગત મેળવી અને મહેમદાબાદ પોલીસ સ્ટેશન શ્રી.નકુમ નો સંપર્ક કરતા તેના પતિ જયંતીભાઈ ડાયાભાઇ ચૌહાણ રહે. લક્ષ્મીપુરાગામ તા. મહેમદાબાદ વાળાને જાણ કરી અને અત્રે કુવાડવા રોડ પો.સ્ટે.બોલાવી અને મજકુર મહિલા લક્ષ્મીબેન ને તેના પતિ જયંતીભાઈ…
Read More