રાજકોટ, રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે ભારે પવન ફૂકાતા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અશહય ગરમી બાદ પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, જ્યારે વરસાદ શરૂ થતાં ની સાથે સતત બીજા દિવસે વીજળી નો કાપ રહ્યો અને જ્યારે સામાન્ય વરસાદ માં વીજળી ન રેહતા લોકોએ સવાલ ઊભા કર્યા હતા, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં 30 મિનિટ થી વધુ સમય વીજળી બંધ કરવામાં આવી. રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ
Read MoreDay: June 6, 2020
બાવળા મુકામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 252 E.W.S મકાનો નું લોકાર્પણ
બાવળા, બાવળા મુકામે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 252 E.W.S મકાનો નું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં માનનીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માનનીય મંત્રી શિક્ષણ અને કાયદો ન્યાયતંત્ર ના વરદ હસ્તે લોકાર્પણ વેબીનાર દ્વારા કરવામાં આવ્યું, આ પ્રસંગે બાવળા – સાંણદ ના ધારાસભ્ય કનુભાઈ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ લકુમ હાજર રહી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગમાં બાવળા નગરપાલિકા પ્રમુખ મીનાબેન પ્રકાશભાઈ પટેલ બાવળા નગરપાલિકા પૂર્વ પ્રમુખ આર કે. પટેલ, બાવળા શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ એસ.પટેલ, બાવળા નગરપાલિકા ચીફ ઓફિસર સિધ્ધાર્થભાઈ પટેલ બાવળા નગરપાલિકા કા.ચેરમેન રાજેશભાઈ ઠકકર અને નગરપાલિકા ના સદસ્યો તથા સંગઠન ના…
Read Moreગઢડા તાલુકા ના ઢસા જં. માં મુશળધાર વરસાદ
ગઢડા, ગઢડા ઢસા જં. નારાયણનગર માં અચાનક વાતાવરણ માં પલટો થઈ જતા કાળા વાદળા સાથે તેમજ વીજળી કડાકા ધડાકા સાથે વરસાદ આવ્યો . વરસાદ ખૂબ જ સારી રીતે વરસતા ખેડૂતો માં ખુબ જ આનંદ જોવા મળ્યો છે, સાથે મજુર શ્રમિક વર્ગ ને પણ રોજી મળી રહેશે. ગ્રામ્યજનો માં પણ ખુશી જોવા મળી, તેમજ વરસાદ થી કોઈ પ્રકાર ની માલહાની જોવા મળી નથી. રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા
Read Moreદાહોદમાં તમામ વાણિજ્યક પ્રવૃત્તિને રવિવારે રજા રાખવા કલેકટર નો આદેશ
દાહોદ, દાહોદ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું છે કે, લોકડાઉનના અંતિમ તબક્કામાં અને તે બાદ અનલોક-૧માં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાથી વાણિજ્યક પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવી છે અને તે જાહેરનામામાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે આવી પ્રવૃત્તિને રવિવારે એક દિવસ રજા રાખવાની છે. ગ્રામપંચાયતો અને નગરપાલિકા રવિવારના દિવસે માર્કેટમાં સેનિટાઇઝેશનની કામગીરી કરી શકે એ માટે રવિવારે રજા રાખવાનો આદેશ કર્યો હોવાનું જણાવતા કલેક્ટરએ ઉમેર્યું કે, અતિઆવશ્યક વસ્તુઓ જેમ કે દૂધનું વિતરણ રવિવારે કરી શકાય પણ, કિરાણા સ્ટોર, શાકભાજી સહિતની બાબતોના વેપાર રવિવારે બંધ રાખવાના છે. આ ઉપરાંત,…
Read Moreરાજકોટ શહેર લીમડા ચોક શાસ્ત્રી મેદાનમાં ખાનગી બસમાં લાગી આગ, બસ બળીને ખાખ કારણ હજુ અકબંધ છે.
રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના લીમડા ચોકમાં લાગી આગ, ખાનગી ટ્રાવેલ્સમાં લાગી આગ લાગતાં અફડાતફડીનો માહોલ સર્જાયો, આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઊડયા હતા. આગમાં કોઇ મોટી જાનહાની સર્જાઇ નથી, હજુ સુધી બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. અચાનક બસમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બસમાં આગ લાગતા રસ્તા પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો. ત્યારે આગમાં કોઇ મોટી જાનહાની સર્જાઇ નથી. હજુ સુધી બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. રિપોર્ટર :…
Read Moreરાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે ખુલશે
રાજકોટ, રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ ગત તારીખ ૨૦ માર્ચથી ખોડલધામ મંદિર કોરોના વાઇરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. હવે જ્યારે ૮૦ દિવસ બાદ ૮ જૂનથી ખોડલધામ મંદિર ખુલી રહ્યું છે. ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. જો કે હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલશે તેમ જણાવ્યું છે. ૮ જૂનથી ભક્તો માટે સવારના ૬-૩૦ થી સાંજના ૬-૩૦ સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું રહેશે. શ્રી ખોડલધામ મંદિરે સવારે અને સાંજે થતી આરતીનો લ્હાવો હાલ પૂરતો કોઈ ભક્તો નહીં લઈ શકે.…
Read Moreકોરોના મહામારી વચ્ચે પત્રકારોને આર્થિક મદદ કરવા ‘‘પત્રકાર ઍકતા સંગઠન’’ ની નવસારી સાંસદ સી.આર.પાટીલને રજૂઆત
વલસાડ, વૈશ્વિક મહામારીના સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા ૨૦ લાખ કરોડના જાહેર કરાયેલ રાહત પેકેજમાં પત્રકારો, જર્નાલિસ્ટો, ચિત્રકારો, લેખકો, આર્ટિસ્ટોનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય, જેથી કરી ગુજરાતના સૌથી મોટા- અને સંગઠીત પત્રકાર ઍકતા સંગઠન દ્વારા ગુજરાતના ૩૩ જિલ્લાઅો અને દરેક તાલુકાના નિમાયેલા હોદ્દેદારો અને પત્રકારો તથા અન્ય સંગઠનોઍ સરકારને રજૂઆત કરવામાં આવેલ છે. સુરત હાલમાં ચાલી રહેલ વૈશ્વિક કોરોના વાઇરસ મહામારીમાં તમામ જનતા નોકરી-ધંધા મતે બેહાલ થઇ ચુકી છે. તથા પરપ્રાંતિયો બેરોજગારી અને ભૂખને કારણે માદરે વતન સરકાર દ્વારા મોકલી આપવામાં આવ્યા છે, જાકે કેન્દ્ર સરકાર અર્થતંત્રને બેઠુ કરવા…
Read Moreરાજકોટ શહેર પુનીતનગરમાં પાડોશીની હત્યાના ગુનામાં પોલીસમેન કમલેશને ૨૫ વર્ષની સજા કોર્ટે ફટકારી
રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ તા.૭.૪.૨૦૧૪ એપ્રિલના રોજ બજરંગવાડી પાસે પુનિતનગર શેરી નં.૪ માં ઘર પાસે ખુરશી રાખી બેસવા બાબતે દંપતીની હત્યા કરેલ હતી. હત્યાના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી કમલેશ રાજકોટની સેન્ટ્રેલ જેલમાં છે. ચાલુ ફરજમાં હત્યા કરી હતી. ૨૦૧૪ માં કમલેશ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. આજે અધિક સેશન્સ જજ ડી.ડી.ઠક્કરે કમલેશને વીડિયો કોન્ફરન્સથી સાંભળ્યો હતો. બાદમાં કોર્ટ દ્વારા દોષી જાહેર કરવામાં આવ્યો. હાલ કોર્ટે તેને ૨૫ વર્ષની સજા ફટકારી હતી. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂની બોટલની ડિલિવરી કરવા નીકળેલા ટ્રાફિક બ્રિગેડ સહિત બે શખ્સો ઝડપાયા
રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ બી.જી.ડાંગરને ચોક્કસ બાતમીના આધારે નાણાવટી ચોક પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂની સપ્લાય કરવા આવેલા શાસ્ત્રીનગર ના સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો અને ટ્રાફિક બ્રિગેડ તરીકે કામ કરતા હરિરામ જીતેન્દ્ર ત્રિવેદી નામના શખ્સને અને દારૂ ખરીદવા આવેલા નાનામૌવા નારાયણી સોસાયટીમાં રહેતા કેતન સુરેશ જોશી નામના બન્ને શખ્સોને રૂ.૮૦,૬૫૦ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરના કુબલીયાપરામાં ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે બોલાવી ધોસ
રાજકોટ, રાજકોટ શહેર તા.૫.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં લોકડાઉન દરમિયાન વિદેશી દારૂની શહેરમાં અછત સર્જાતા દેશી દારૂની એકા-એક વધેલી માંગના કારણે કુબલીયાપરામાં ગૃહ ઉદ્યોગની જેમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી થઇ ગઇ હોવાથી થોરાળા, ભક્તિનગર, આજી ડેમ પોલીસ, કુવાડવા, એ.ડિવિઝન અને બી.ડિવિઝન પોલીસ મથકના તમામ પોલીસ સ્ટાફે વહેલી સવારે કુબલીયાપરામાં સયુંકત રીતે દરોડો પાડતા દેશી દારૂના ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે કુબલીયાપરા શેરીનં.૫ માં રહેતા સુનિલ કલા સોલંકી, સંતો ચંદુ પરમાર અને વસંતબેન જનકભાઇને ત્યાં દેશી દારૂની ભઠ્ઠી અંગે દરોડા પાડતા સંતો પરમાર અને મહિલા બુટલેગર વસંતબેન ભાગી જતા પોલીસે…
Read More