રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું શ્રી ખોડલધામ મંદિર દર્શનાર્થી માટે ખુલશે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૬.૬.૨૦૨૦ ના રોજ ગત તારીખ ૨૦ માર્ચથી ખોડલધામ મંદિર કોરોના વાઇરસના પગલે દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું હતું. હવે જ્યારે ૮૦ દિવસ બાદ ૮ જૂનથી ખોડલધામ મંદિર ખુલી રહ્યું છે. ત્યારે દર્શનાર્થીઓના અંતરમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે. જો કે હવે દર્શન વ્યવસ્થામાં અનેક પ્રકારના ફેરફાર સાથે મંદિર ખુલશે તેમ જણાવ્યું છે. ૮ જૂનથી ભક્તો માટે સવારના ૬-૩૦ થી સાંજના ૬-૩૦ સુધી જ મંદિર પરિસર દર્શન માટે ખુલ્લું રહેશે. શ્રી ખોડલધામ મંદિરે સવારે અને સાંજે થતી આરતીનો લ્હાવો હાલ પૂરતો કોઈ ભક્તો નહીં લઈ શકે. મંદિરના પ્રવેશદ્વાર પર થર્મલ ગનથી તમામ ભક્તોના શરીરનું તાપમાન માપવામાં આવશે અને જો વધુ તાપમાન જણાય તો મંદિરમાં પ્રવેશ આપવામાં નહીં આવે. ઉપરાંત મુખ્ય પ્રવેશદ્વાર પર હાથ સેનિટાઈઝ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. મંદિર પરિસરમાં પ્રવેશનાર દરેક ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને અંદર પ્રવેશ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સીંગનું ખાસ પાલન કરવું પડશે. સરકારે છૂટછાટ આપતા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના ટ્રસ્ટી મંડળ દ્વારા નિર્ણય લઈને તમામ ગાઈડલાઈનનું પાલન કરીને મંદિર પરિસર ખોલવાનું નક્કી કર્યું છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment