રાજકોટ શહેરના કુબલીયાપરામાં ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે બોલાવી ધોસ

રાજકોટ,

રાજકોટ શહેર તા.૫.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં લોકડાઉન દરમિયાન વિદેશી દારૂની શહેરમાં અછત સર્જાતા દેશી દારૂની એકા-એક વધેલી માંગના કારણે કુબલીયાપરામાં ગૃહ ઉદ્યોગની જેમ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી થઇ ગઇ હોવાથી થોરાળા, ભક્તિનગર, આજી ડેમ પોલીસ, કુવાડવા, એ.ડિવિઝન અને બી.ડિવિઝન પોલીસ મથકના તમામ પોલીસ સ્ટાફે વહેલી સવારે કુબલીયાપરામાં સયુંકત રીતે દરોડો પાડતા દેશી દારૂના ધંધાર્થીઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે કુબલીયાપરા શેરીનં.૫ માં રહેતા સુનિલ કલા સોલંકી, સંતો ચંદુ પરમાર અને વસંતબેન જનકભાઇને ત્યાં દેશી દારૂની ભઠ્ઠી અંગે દરોડા પાડતા સંતો પરમાર અને મહિલા બુટલેગર વસંતબેન ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. તે દરમિયાન નદીના પટ્ટમાં દારૂ બનાવવાનો ૫૦૦ લિટર આથો મળી આવતા પોલીસે તેનો સ્થળ પર નાસ કર્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment