જોડિયા પોલીસ દ્વારા સકાસ્પદ ડીઝલ સાથે એક ની ધરપકડ…. 

જોડિયા,

જામનગર જિલ્લામાં બનતા ચોરી, છેતરપિંડી તેમજ અન્યમિલ્કત સંબંધી તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન મુજબ જોડિયા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. એસ.વી.રામાણી ની કામગીરી કરવા કરેલ સૂચના મુજબ જોડિયા પો.સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિગ રાઉન્ડ માં હતા તે દરમિયાન પો.કોસ્ટેબલ નિલેશભાઈ આઘેરાને ખાનગી બાતમી હકીકત મળેલ કે એક ટાટા મેગા એક્સ એલ ગાડી રજી. ન.જી.જે.10 ટી.એક્સ.0657 ની ચોરીના ડીઝલ ના કેરબા ભરેલ સચાણા ગામ તરફથી જોડિયા તરફ આવે છે. જે હકીકત ના આધારે ખિરી સર્કલ પાસે નીચે જણાવ્યા નામ વાળા ઇસમને સકા સ્પદ ડીઝલ ના જથ્થા સાથે પકડી પડેલ છે.
આરોપી અસગર અબાસભાઈ કકલ.ઉ.37, રહે. સચાણા ગામ,જામનગર, ટાટા મેગા એક્સ એલ મોડલ.રજી.ન.જોતા જી.જે.10.ટી એક્સ .0657 ની કિ. રૂ.300000/– ગણી તેમજ પ્લાસ્ટિક ના કેરબા નગ.23 માં ભરેલ ડીઝલ લી.1380 ની કિં. રૂ.69000/–ગણી કુલ મુદામાલ ની કિં. રૂ.3.69.000/– નો ગણી તપાસ અર્થે કબજે કરેલ છે. આ કામગીરી પી.એસ.આઈ. એસ.વી.રામાણી તથા પો.હેડ.કોસ્ટેબલ કે.એસ.દલસાણીયા અને પો.કોસ્ટે.નિલેશભાઈ આઘેરા દ્વારા કરવામાં આવેલ છે..

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment