રાજકોટ શહેર ઉર્ષ વખતનાં માત્ર ૭૦ રૂપિયાની લેતી-દેતી મામલે માથાકૂટમાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટમાં બે દિવસ અગાઉ રાજકોટ શહેરના રોણકી ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. રોણકી ગામના અશોક છગનભાઇ રાઠોડ ગતરાત્રે પોતાના ઘરે ફળિયામાં ખાટલા પર સૂતા હતા. ત્યારે પાડોશમાં રહેતો અનિલ ઝીંઝુવાડિયા ધસી આવ્યો હતો. અને અશોકને પેટમાં છરીનો ઘા ઝીકીં હત્યા નીપજાવી હતી. જો કે, અનીલ દ્વારા જયારે અશોક ને મારવામાં આવ્યો હતો. ત્યારે છરીનો ઘા ઝીંકાતા અશોકે ચીસો પાડતા તેના પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. પરિવારજનો બહાર આવતા હુમલોખોર…
Read MoreDay: June 13, 2020
રાજકોટ ખાતે શ્રી રામકૃષ્ણ આશ્રમ લોકડાઉન ના 85 દિવસ પછી ભક્તજનો માટે દર્શન તા.15 જુન, સોમવાર ના રોજ ખોલવામાં આવી રહ્યો છે
રાજકોટ, રાજકોટ ખાતે આવેલ શ્રી રામકૃષ્ણ આશ્રમ (રાજકોટ) લોકડાઉન ના 85 દિવસ પછી ભક્તજનો માટે દર્શન કાજે 15 જુન, 2020 સોમવાર થી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ના દરવાજા ભક્તજનો માટે ખુલશે, દર્શન માટેની શરતો નીચે મુજબ છે ….. (1) શ્રી મંદિર માં દર્શનનો સમય સવારે 9.30 થી 11.15 અને સાંજના 4.30 થી સાંજના 6 .30 વાગ્યા સુધીનો રહેશે. (2) 65 વર્ષથી ઉપર ના ભક્તો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી ને હમણાં તેઓ ને આશ્રમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. (3) આશ્રમ માં પ્રવેશ કરનાર દરેક ભક્તજનો માટે માસ્ક પહેરીને…
Read Moreરાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા વિરોધપક્ષના નેતાએ રાજયના મુખ્યમંત્રીને તત્કાલ પગલા લેવા રજુઆત કરી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજના પ્રેસ નિવેદનમાં જાહેર કર્યુ છે કે હવે લોકડાઉનની જરૂર નથી. પરતુ અમારું માનવું છે કે જો સરકાર કોંરોના નાથવામાં યોગ્ય પગલા નહી ભરે તો થોડા જ દિવસોમાં પ૦ હજાર ઉપર આંકડો જતો રહેશે. રાજકોટમાં ફકત એક મહિના સુધી જંગલેશ્ર્વર સિવાય અન્ય વિસ્તારમાં કોરોના ન હતો. પરંતુ જયારથી લોકડાઉનમાં અવર-જવરની છુટ આપતા રાજકોટનાં દરેક વિસ્તારોમાં કોરોનાએ પગ પેસારો કર્યો છે. અને જો હજુ આવું જ ચાલુ રહેશે તો રાજકોટ અને ગુજરાતની સ્થિતિ ખુબ જ ભયંકર બનશે. ગુજરાતના તમામ લોકોના તમામ…
Read Moreરાજકોટ શહેરમાં આજે કોરોનાથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં આજે કોરોનાથી વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. ત્યારે વધુ એક દર્દીનું મૃત્યુ થતા જીલ્લામાં ફફડાટ મચી ગયો છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમરેલીના કોરોના પોઝિટિવ ૬૫ વર્ષીય યોગેશભાઈ જોશીનું મોત નીપજ્યું છે. અમરેલીના ચિતલ રોડ પર આવેલ અવધ રેસિડેન્સીમાં રહેતા હતા. પાંચ દિવસ પહેલા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આજે સાંજે તેમનું મૃત્યુ થયાનું આરોગ્ય વિભાગે સત્તાવાર જણાવ્યું છે. ત્યારે આજે વધુ એક દર્દીનું મોત થતા જીલ્લામાં કુલ મૃત્યુઆંક ૬ પર પહોંચી ગયો છે.…
Read Moreરાજકોટ શહેરમાં વધુ ૨ અને ગ્રામ્યમાં ૧ કોરોના પોઝિટિવ નોંધાયો છે, જીલ્લામાં આંક ૧૫૨ પર પહોંચ્યો છે.
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વધુ ૨ અને ગ્રામ્યમાં ૧ કોરોના પોઝિટિવ નોંધાયો છે. ત્યારે જીલ્લામાં કુલ કેસનો આંક ૧૫૨ પર પહોંચી ગયો છે. ત્યારે આજે નોંધાયેલ કેસ પૈકી રૈયા રોડ પર આવેલ શિવજીપાર્ક પાછળ ૬, પ્રગતિનગરમાં પિયુષ નામના મકાનમાં રહેતો ૧૯ વર્ષીય પ્રસન્ન વણઝારા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને તાવના લક્ષણો હતા. આજે બપોરે ૧.૩૦ કલાકે સેમ્પલ લેવામાં આવ્યું હતું. અમદાવાદ થી આવેલ હોવાનું જાણવા મળે છે. તેમજ હાથીખાના શેરીનં.૮ પર રેહતા ૫૮ વર્ષીય ઝરીનાબેન નો રિપોર્ટ આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય રાજકોટના…
Read Moreરાજકોટ શહેર આંબેડકરનગર કોરોનટાઈન થયેલ લોકોને રાશન કીટ વિતરણ કરવામાં આવ્યૂ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોંગ્રેસ વોર્ડનં-૧૫ માં આંબેડકરનગર શેરીનં.૮(બ) અને ૧૪ નંબરના ૨ થી ૩ જેટલા કોરોના વાઈરસ કહેરમા હોમ કોરોનટાઇન ૩૦ જેટલા ઘરોમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા ૧૬ કિ.ગ્રા રાશનકિટ વિતરણ કરવામાં આવેલ આ તકે પ્રવિણભાઇ સોરાણી, મોતીભાઈ મકવાણા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, તુલસીભાઈ મકવાણા, મુકેશભાઈ પરમાર, પ્રવિણભાઇ મુછડીયા, કેશુભાઈ ભોજાણી, દિલીપભાઈ રાઠોડ, રાજાભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreદેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા , અન્ન અને પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)
રાજ્યના સીમાડાઓ હવે કોઈને પણ અન્ન થી વંચિત નહીં રાખી શકે , ગુજરાતી કહેવત છે કે જેના ‘અન્ન ભેગા તેના મન ભેગા’ તેને સાર્થક ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરી છે કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડયોજના અમલમાં મુકવા બદલ તેમજ ગુજરાતમાં આ યોજનાનો અમલ કરાવા બદલ હું ગુજરાત સરકારને અન્ન અને પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આવકારું છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજન ના હેઠળ એક ભારત, શ્રેષ્ઠ ભારત સાથે નહીં પ્રદેશવાદ, નહીં ભાષાવાદ માત્ર રાષ્ટ્રવાદની વાત ખરા અર્થ અમલમાં…
Read Moreલાઠી તાલુકા ના ઢસા જં. નારાયણનગર ગોદડિયાનનગર માં ચોથી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ નું આયોજન
લાઠી, લાઠી તાલુકા ના ઢસા જં. નારાયણનગર ગોદડિયાનનગર માં સ્વ. રઘુવીર સિંહ વીરસિંહ યાદવ ની 4 થી પુણ્યતિથિ નિમિતે ગરીબ પરિવાર ને યોગ્ય સમયે રક્ત મળી રહે તે હેતુ અનુસાર રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. તો આજુબાજુ ના તમામ ગ્રામ્ય વિસ્તાર ના તેમજ ઢસા ના લોકોએ ખાસ રક્તદાન કેમ્પ માં અચૂક હાજર રહેવા અનુરોધ કર્યો છે. જેમાં તારીખ 14-06-2020 રવિવાર સમય સવારે 9.00 થી 12.00 વાગ્યાં સુધી રાખેલ છે. કેમ્પ સ્થળ : વિજયસિંહ યાદવ (નવરંગ હોટલ વાળા) ના ઘર પાસે, (પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન જિલ્લા પંચાયત અમરેલી,…
Read Moreધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારના ગામોની મુલાકાત લેતા કલેકટર આર.આર.રાવલ
વલસાડ, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિજાતિ વિસ્તારોની મુલાકાત વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલે લીધી હતી. કલેકટરએ આ મુલાકાત દરમિયાન સ્થાનિક અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી ધરમપુર તાલુકાના વિકાસના કામો અને સ્થાનિક પ્રશ્નોની જાણકારી મેળવી વિશેષરૂપે આદિજાતિ વિસ્તારના વિકાસના કામોની ચર્ચા કરી હતી. ઉપસ્થિત અધિકારીઓને તાલુકાના વિકાસના કામો માટે નિષ્ઠા અને પ્રામાણિકપણે પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેકટરએ ધરમપુર તાલુકાના આદિજાતિ વસતિ ધરાવતા બીલપુડી, સીદુમ્બર અને કરંજવેરીની મુલાકાત લીધી હતી. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય વિકાસની ચાલતી પ્રવૃત્તિઓની સ્વ-નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. તાલુકા આરોગ્ય અધિકારી અને મેડીકલ ઓફિસર્સ સાથે તાલુકાની આરોગ્ય…
Read Moreભારત સરકાર દ્વારા દર શુક્રવારે થતા સ્માર્ટ સિટીના રેન્કિંગમાં રાજકોટ 15મા ક્રમે, 2017માં 50મા નંબરે
રાજકોટ, ભારત સરકારે દેશના 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરી છે. જેમાં રાજકોટ 15મા ક્રમાંકે આવ્યું છે. 2017માં રાજકોટ આ લિસ્ટમાં 50મા સ્થાને હતું. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા દર શુક્રવારે કરવામાં આવતા રેન્કિંગમાં 1લી એપ્રિલ, 2020ના દિવસે રાજકોટ સ્માર્ટ સિટી સમગ્ર ભારતનાં 100 સ્માર્ટ સિટીઓમાં 15મા ક્રમે આવ્યું હતું અને 29 મે, 2020ના સુધીના રેન્કિંગમાં આ ક્રમ જળવાઈ રહ્યો હતો. 2017માં રાજકોટ 50મા રેન્કે હતું. રાજકોટને ગ્રીનસિટીનું સર્ટિફિકેટ પણ મળેલું છે. રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ મારફતે કુલ 930 એકરમાં માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલો છે.…
Read More