દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા , અન્ન અને પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)

રાજ્યના સીમાડાઓ હવે કોઈને પણ અન્ન થી વંચિત નહીં રાખી શકે , ગુજરાતી કહેવત છે કે જેના ‘અન્ન  ભેગા તેના મન ભેગા’ તેને સાર્થક ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કરી છે

કેન્દ્ર સરકાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડયોજના અમલમાં મુકવા બદલ તેમજ ગુજરાતમાં આ યોજનાનો અમલ કરાવા બદલ હું ગુજરાત સરકારને અન્ન અને પુરવઠાના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) આવકારું છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ યોજન ના હેઠળ એક ભારત, શ્રેષ્ઠ ભારત સાથે નહીં પ્રદેશવાદ, નહીં  ભાષાવાદ માત્ર રાષ્ટ્રવાદની વાત ખરા અર્થ  અમલમાં મુકેલ હોય તો તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મુકાયેલી છે અને આ યોજનાનો ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વવાળી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવા બદલ હું મુખ્યમંત્રીને પણ અભિનંદન પાઠવું છું. આ યોજના અમલમાં આવતાં જ ગુજરાતમાં વસનારા હજારો પરપ્રાંતિય લોકોને ભૂખ્યા નહીં સુવું પડે અને રોજગારીની સાથે-સાથે રોટી પણ મળી રહે તેવા ઉદ્દેશ સાથે આ યોજના આશીર્વાદરૂપ બનશે.  ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં જે પરપ્રાંતીઓ ગુજરાતમાં રોજીરોટી મેળવી રહ્યા છે તેવા લોકોને ભૂખ્યા સૂવું ન પડે તે માટે થઈને ખાસ વન નેશન વન રેશન કાર્ડ યોજના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ હેઠળ જે યોજના અમલમાં મૂકી છે તે યોજનાનો લાભ ગુજરાતમાં આવતા પરપ્રાંતિઓને પણ આપવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવી છે.  આ યોજનાથી ગુજરાતમાં રોજીરોટી માટે વસવાટ કરતા કોઈ પણ રાજ્યના પરપ્રાંતીઓ એન.એફ.એસ.એ રેશનકાર્ડ ધારકોને ગુજરાત રાજ્યમાં કોઈપણ સસ્તા અનાજની દુકાનો પરથી સરકારે નક્કી કરેલ નિયમ મુજબનો જથ્થો દુકાન ઉપર થી અન્ન પુરવઠો મેળવી શકશે. કેન્દ્ર સરકારની યોજનાનો અમલ ગુજરાત સરકાર દ્વારા શરુ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં જે લોકો રોજગારી ની તલાશ માં આવ્યા છે તેવા એન.એફ.એસ.એ હેઠળ રેશનકાર્ડ ધરાવતા પરપ્રાંતિયોને રાજ્યની 17 હજારથી વધુ દુકાનો પૈકી ગમે તે દુકાનેથી અન્ન પુરવઠો મેળવી શકશે જેમાં જામનગર જિલ્લામાં પણ તમામ પરપ્રાંતિય જેવોં એન.એફ.એસ.એ હેઠળ નોંધાયેલા હશે તે દેશનો કોઈ પણ નાગરિક પોતાના અંગૂઠા અને આંગળીની છાપ દ્વારા ઓળખ સ્થાપિત કરીને સસ્તા અનાજની દુકાનેથી જૂન-2020 માં વિનામૂલ્યે અન્ન પુરવઠો મેળવી શકશે. રાજ્ય સરકાર દ્વારા આ યોજનાનો અમલ કરતા તેનો લાભ જામનગર જિલ્લામાં વસવાટ કરતા ૧૯ રાજ્યના પરપ્રાંતિયોને મળી શકશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નેતૃત્વવાળી સરકાર દ્વારા વન નેશન વન રેશન કાર્ડ યોજના જે જાહેર કરાય છે અને તેનો અમલ ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતમાં અમલમાં મૂકાણી છે તેનાથી રાજ્યના સીમાડા હવે કોઈ પણ  અન્ન થી વંચિત નહીં રહી શકે, તેવી આ યોજના અમલમાં મુકવા બદલ જામનગર જિલ્લા સહિત ગુજરાતના પરપ્રાંતિઓ વતી લાખ લાખ અભિનંદન પાઠવું છું : ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)

રિપોર્ટર : વિજય અગ્રાવત, જામનગર

Related posts

Leave a Comment