રાજકોટ શહેરમાં વધુ ૨ અને ગ્રામ્યમાં ૧ કોરોના પોઝિટિવ નોંધાયો છે, જીલ્લામાં આંક ૧૫૨ પર પહોંચ્યો છે.

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વધુ ૨ અને ગ્રામ્યમાં ૧ કોરોના પોઝિટિવ નોંધાયો છે. ત્યારે જીલ્લામાં કુલ કેસનો આંક ૧૫૨ પર પહોંચી ગયો છે. ત્યારે આજે નોંધાયેલ કેસ પૈકી રૈયા રોડ પર આવેલ શિવજીપાર્ક પાછળ ૬, પ્રગતિનગરમાં પિયુષ નામના મકાનમાં રહેતો ૧૯ વર્ષીય પ્રસન્ન વણઝારા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને તાવના લક્ષણો હતા. આજે બપોરે ૧.૩૦ કલાકે સેમ્પલ લેવામાં આવ્યું હતું. અમદાવાદ થી આવેલ હોવાનું જાણવા મળે છે. તેમજ હાથીખાના શેરીનં.૮ પર રેહતા ૫૮ વર્ષીય ઝરીનાબેન નો રિપોર્ટ આજે કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય રાજકોટના ભાગોળે કુવાડવા રોડ પર ત્રિમંદિર પાસે એક વ્યક્તિ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ પદ્મકુંવરબાઇ હોસ્પિટલમાં ગયા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment