હિન્દ ન્યુઝ, દિયોદર
દિયોદર તાલુકાના ચિભડા ગામ ના યુવકો અને બજરંગ દળ દ્વારા ગૌ માતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાને લઈ ને આજે દિયોદર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે બજરંગ દળ ગ્રુપ ના સભ્યો દ્વારા જણાવેલ કે છેલ્લા એ કેટલાય વર્ષોથી ગાયમાતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા હિન્દુ સંગઠનો, હિન્દુઓ અનેક ધાર્મિક સંગઠનો આજે ગાયમાતા માટે જઝુમી રહ્યા છે. ગામડે ગામડે અને શેરોમાં પણ ગાયો રખડી રહી છે. ધાર્મિક અને ગૌરક્ષકો એ ઠેર ઠેર ગૌશાળા બનાવી ગાયો નો નિભાવ થઈ થઈ રહ્યો છતાં હજારો ની સંખ્યામાં ગાયો કતલખાને જતી હોય છે જો આ સરકાર ગાયની રાષ્ટ્રીય માતા નો દરજ્જો આપવામાં આવે તેવી અમારી માંગ છે
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર