રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે ભૂતખાના ચોકમાં ST બસની બ્રેક ફેઈલ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો

રાજકોટ, રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે ભૂતખાના ચોકમાં ST બસની બ્રેક ફેઈલ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક કાર, એક રીક્ષા અને ૨ એક્ટિવાને અડફેટે લીધા હતાં. જેમાં ૨ લોકોને ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માત સર્જાતા ભૂતખાના ચોકમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ડ્રાઈવરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરમાં ધો.૮ માં અભ્યાસ કરતી ૧૨ વર્ષની કિશોરીને હોમવર્ક પૂરું કરવા મુદ્દે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે

રાજકોટ, રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપવાનો ફતવો જાહેર કર્યો છે. બીજીબાજુ મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશન સિસ્ટમથી ભારે નારાજ છે. કેટલાક મધ્યમ વર્ગના લોકો પાસે મોબઈલની સુવિધા ન હોવાના કારણે ઓનલાઇન એજ્યુકેશનનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર સમાજને હચમચાવી નાખતી ઘટના રાજકોટમાં બનવા પામી છે. જેમાં રાજકોટ શહેર ધો.૮ માં અભ્યાસ કરતી ખુશી રોહિતભાઇ શિંગડિયા નામની ૧૨ વર્ષની કિશોરીને હોમવર્ક પૂરું કરવા મુદ્દે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરના પ્રહલાદ નગરમાંથી ૪૦ વર્ષીય યુવાનનો કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે

રાજકોટ, રાજકોટ શહેરના પ્રહલાદ નગરમાંથી કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ત્યારે ૩૦૨-અવધ એપાર્ટમેન્ટ, ૨૩/૨૪ પ્રહલાદ પ્લોટમાં રહેતા ૪૦ વર્ષીય નિલેશભાઇ નવનીતલાલ ઝીકરીયાનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મોવિયા ગામ, ગોંડલ ખાતે ગયેલ હોવાની હિસ્ટ્રી મળેલ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તે વિસ્તારમાં જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. નીલેશભાઈ યુનિવર્સીટી રોડ પર પારસ ઝવેલર્સનો શો-રૂમ ધરાવે છે. તેમના સંપર્કમાં આવેલ ૨૫ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. અને ૧૯ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરોન્ટાઈન કરવામાં આવેલ છે. આજે વધુ એક કેસ નોંધાતા શહેરમાં કુલ કેસનો…

Read More

રાજકોટ અમીન માર્ગ પર 22 વર્ષીય હેર સલૂન સંચાલકે કર્યો આપઘાત, પોલીસ ઘટનાસ્થળે

રાજકોટ, રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલ ચંદન સુપર માર્કેટની બાજુમાં આવેલ ત્રિશા પ્લાઝા બિલ્ડિંગ માં મોડર્ન હેર સલૂન ના ૨૨ વર્ષીય સંચાલક હિરેન રાઠોડે આજે સવારે તેમની દુકાને ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિવારજનો અને મિત્રો સલુને પહોંચ્યાં. કોઈ પ્રેમ સંબધ નથી, આર્થિક તંગી પણ ન હોવાનું પરિવારનું કહેવાનું છે. હેર સલૂન દુકાન ભાડે હતી અને તેથી દુકાન માલિક ને પણ પૂછવામાં આવતા જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી લોક ડાઉન સમયે ભાડું પણ નથી વસૂલવામાં આવ્યું. તો ક્યાં કારણોસર આપઘાત થયેલ છે તેની પોલીસ તપાસ ચાલુ છે. રિપોર્ટર :…

Read More

કેશોદ તાલુકાના શેરગઢ ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

કેશોદ, કેશોદ તાલુકાના શેરગઢ ગામે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો મુંબઈથી આવેલ વાલીબેન પુંજાભાઇ કારાવદરા ને કોરોના પોઝિટિવ દર્દીને જુનાગઢ સિવિલ ખાતે ખસેડાયા વહીવટી તંત્રએ હાથ ધરી કામગીરી વધુ એક પાેઝીટીવ કેસ નાેંધાતાં કુલ સંખ્યા 9 થઇ

Read More

રાજકોટ શહેર અતુલ મોટર્સવાળા મેનેજરે શેઠની જાણ બહાર ૨૫ જૂની કાર વેચી નાંખી, ૮૪.૮૪ લાખનું ફુલેકુ ફેરવ્યું

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના જાણીતા અતુલ મોટર્સવાળા સમર્થ અતુલભાઈ ચાંદ્રા દ્વારા તેની કંપનીના અમદાવાદ ખાતે મેનેજર તરીકે નોકરી કરતા રાજકોટના શક્શ વિરુધ વિશ્વાસઘાત અને છેતરપીંડી ની ફરિયાદ નોંધાવી છે. રાજકોટના એરપોર્ટ રોડ પર ગીતગુર્જરી સોસાયટીમાં રોયલ ઓચિંડ એપાર્ટમેન્ટ માં રહેતા અતુલ મોટર્સ પ્રા.લી. વાળા સમર્થ અતુલભાઇ ચાંદ્રાએ શહેરના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂપિયા ૮૪.૮૪.૨૫૭ ની છેતરપીંડી થયાની ફરીયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે તેમની કંપનીના અમદાવાદ ખાતેના ટ્રુ વેલ્યુના શો રૂમના મેનેજર પરેશ કરશનભાઇ રાઠોડનું નામ આપ્યું છે. આરોપી પરેશ રાઠોડે અમદાવાદ ખાતે મેનેજરની નોકરી વખતે અલગ…

Read More

રાજકોટ શહેર જીલ્લામાં રાજ્ય સરકારે જરૂરીયાતમંદ નાગરિક પ્રત્યે સંવેદના દર્શાવી સતત ત્રીજા મહિને પણ ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી વિનામુલ્યે અનાજનો પુરવઠો પહોંચાડ્યો છે

રાજકોટ, રાજકોટ શહેર તા.૨૨.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લામાં રાજ્ય સરકારની ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી અનાજ પુરવઠો પહોંચાડવાની કટિબધ્ધતા અન્વયે રાજકોટ જિલ્લામાં પ્રથમ અને બીજા તબક્કા દરમિયાન જરૂરીયાતમંદ ગરીબ અને મધ્યમવર્ગના લાભાર્થીઓ સુધી વિનામુલ્યે અનાજ પહોંચાડવામાં આવ્યું હતું. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં જૂન માસ દરમિયાન રાજકોટ જિલ્લામાં તા.૧૫મી જૂનથી વિનામુલ્યે અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે તા.૨૧ જુન સુધીમાં ૧ લાખ ૭૪ હજારથી વધુ N.F.S.A/ P.M.G.K.A.Y અને NON N.F.S.A B.P.L રાશનકાર્ડ ધારકોને રાશન આપવામાં આવ્યું છે. આમ કુલ.૧,૭૪,૭૪૫ જેટલા રાશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં…

Read More