રાજકોટ શહેરમાં ધો.૮ માં અભ્યાસ કરતી ૧૨ વર્ષની કિશોરીને હોમવર્ક પૂરું કરવા મુદ્દે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે

રાજકોટ,

રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન આપવાનો ફતવો જાહેર કર્યો છે. બીજીબાજુ મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઇન એજ્યુકેશન સિસ્ટમથી ભારે નારાજ છે. કેટલાક મધ્યમ વર્ગના લોકો પાસે મોબઈલની સુવિધા ન હોવાના કારણે ઓનલાઇન એજ્યુકેશનનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે સમગ્ર સમાજને હચમચાવી નાખતી ઘટના રાજકોટમાં બનવા પામી છે. જેમાં રાજકોટ શહેર ધો.૮ માં અભ્યાસ કરતી ખુશી રોહિતભાઇ શિંગડિયા નામની ૧૨ વર્ષની કિશોરીને હોમવર્ક પૂરું કરવા મુદ્દે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી લેતા ભારે અરેરાટી પ્રસરી ગઇ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment