રાજકોટ શહેરના પ્રહલાદ નગરમાંથી ૪૦ વર્ષીય યુવાનનો કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે

રાજકોટ,

રાજકોટ શહેરના પ્રહલાદ નગરમાંથી કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ત્યારે ૩૦૨-અવધ એપાર્ટમેન્ટ, ૨૩/૨૪ પ્રહલાદ પ્લોટમાં રહેતા ૪૦ વર્ષીય નિલેશભાઇ નવનીતલાલ ઝીકરીયાનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મોવિયા ગામ, ગોંડલ ખાતે ગયેલ હોવાની હિસ્ટ્રી મળેલ છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તે વિસ્તારમાં જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. નીલેશભાઈ યુનિવર્સીટી રોડ પર પારસ ઝવેલર્સનો શો-રૂમ ધરાવે છે. તેમના સંપર્કમાં આવેલ ૨૫ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઈન કરાયા છે. અને ૧૯ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરોન્ટાઈન કરવામાં આવેલ છે. આજે વધુ એક કેસ નોંધાતા શહેરમાં કુલ કેસનો આંક ૧૨૪ પર પહોંચી ગયો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment