રાજકોટ,
રાજકોટ શહેરના અમીન માર્ગ પર આવેલ ચંદન સુપર માર્કેટની બાજુમાં આવેલ ત્રિશા પ્લાઝા બિલ્ડિંગ માં મોડર્ન હેર સલૂન ના ૨૨ વર્ષીય સંચાલક હિરેન રાઠોડે આજે સવારે તેમની દુકાને ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિવારજનો અને મિત્રો સલુને પહોંચ્યાં. કોઈ પ્રેમ સંબધ નથી, આર્થિક તંગી પણ ન હોવાનું પરિવારનું કહેવાનું છે. હેર સલૂન દુકાન ભાડે હતી અને તેથી દુકાન માલિક ને પણ પૂછવામાં આવતા જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી લોક ડાઉન સમયે ભાડું પણ નથી વસૂલવામાં આવ્યું. તો ક્યાં કારણોસર આપઘાત થયેલ છે તેની પોલીસ તપાસ ચાલુ છે.
રિપોર્ટર : સંદીપ રાખસિયા, રાજકોટ