રાજકોટ,
રાજકોટ શહેરમાં આજે વહેલી સવારે ભૂતખાના ચોકમાં ST બસની બ્રેક ફેઈલ થઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક કાર, એક રીક્ષા અને ૨ એક્ટિવાને અડફેટે લીધા હતાં. જેમાં ૨ લોકોને ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માત સર્જાતા ભૂતખાના ચોકમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ડ્રાઈવરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ